શું ખરેખર મેયરનુ સો.મિડિયા હેક થયું કે પછી દશામાંની પ્રતિમાઓના વિસર્જનની કામગીરી સંદર્ભે જન આક્રોશને ખાળવા કારણ આગળ ધરાયું?
પાલિકાના મેયર, સ્થાઇ ચેરમેન તથા અધિકારીઓએ કૃત્રિમ તળાવોની શું સમીક્ષા કરી
દસ દિવસના દશામાંના માંઇભક્તોને ત્યાં આતિથ્ય બાદ દશામાંની પ્રતિમાઓનુ મંગળવારે વિસર્જન હોય છેલ્લી ઘડીએ વડોદરા મહાનગરપાલિકાના મેયર પિન્કીબેન સોની, સ્થાઇ સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી ,ડેપ્યુટી મેયર, દંડક તથા પૂર્વ મેયર, પૂર્વ સ્થાઇ ચેરમેન સહિતના અધિકારીઓ સાથે કૃત્રિમ તળાવોની મુલાકાત સાથે સમીક્ષા કરવામાં આવી હતી અને તેના ફોટાઓ મેયર પિન્કીબેન સોનીએ પોતાના સોશિયલ મિડિયા ઉપર શેર કર્યા હતા પરંતુ બીજા જ દિવસે એટલે કે મંગળવારે દશામાંની પ્રતિમાઓના વિસર્જન સમયે પાલિકાની નિષ્ક્રિય કામગીરીને પગલે માંઇભક્તોએ મૂર્તિ વિસર્જન કરવામાં ખૂબ તકલીફ પડી કારણ કે કૃત્રિમ તળાવોમાં પૂરતું પાણી સહિતની અવ્યવસ્થા થી ભક્તોની લાગણીઓ દૂભાઇ. મેયરને લોકોએ આ સંદર્ભે ફોન કરવાનું શરૂ કર્યું ત્યારે બીજી તરફ મેયરે પોતાનું સોશિયલ મિડિયા હેક થયું હોવાનું જણાવ્યું હતું. શું ખરેખર મેયરનુ સોશિયલ મિડિયા હેક થયું કે પછી લોકોના આક્રોશને ખાળવા, જવાબ ન આપવો પડે તે માટે આ કારણ આગળ ધર્યું હતું?તેવી ચર્ચાઓ ઉઠવા પામી છે.