વડોદરા જિલ્લા ઉંદેરા રોડ પર આવેલી સેન્ટ પોલ સ્કૂલમાં વગર વરસાદે પાણી ભરાયા છે. થોડા સમયે પહેલા પડેલા વરસાદના પાણી હજુ ઉતર્યા નથી. પાણી નીકળવાનો કોઈ સ્તોત્ર ના હોવાના કારણે તેમની આજુબાજુ માંથી હજુ પાણી ઉતર્યા નથી. આગામી સમયમાં વિદ્યાર્થીઓની પરીક્ષા આવી રહી છે જેથી વારંવાર કોલ કરી મેનેજમેન્ટ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવાતા નથી.
આ વર્ષના વરસાદે તંત્રની પોલ ખુલ્લી મુકી છે. અવારનવાર પાલિકા કામગીરી પર સવાલ ઉઠ્યા છે. પ્રિમોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. ત્યારે વડોદરા શહેરના ખૂણે ખૂણેથી પાણી ભરાયા હોય તેનો નિકાલ ન થયો હોય એવી ફરિયાદો આવી છે. સ્વચ્છતા અભિયાનનું પખવાડિયું ચાલતું હોય ત્યારે વડોદરા જિલ્લાની ઉંડેરા કોઈલી રોડ ઉપર આવેલી ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ ની પરીક્ષા હોય તેવા સમયે હજી પણ વરસાદી પાણી ભરાઈ રહ્યા છે ચારે તરફ પાણી હોવાથી વિદ્યાર્થીઓને આવા જવામાં ખૂબ આપદા પડી રહી છે. રોગચાળાનો પણ ભય ફેલાઈ રહ્યો છે તેવામાં સ્કૂલ સંચાલક દ્વારા અનેકવાર તંત્રને લેખિતમાં અને ઓનલાઇન પાણીના નિકાલ માટે ફરિયાદો કરી છે. છતાં તંત્ર પોતાની આળસ છોડતું નથી. સંચાલકોનું કહેવું છે અનેક વાર ફરિયાદ કર્યા હોવા છતાં અહીં પાણીનો નિકાલ થતો નથી. જેના કારણે વિદ્યાર્થીઓની હાજરી ખૂબ ઓછી થઈ ગઈ છે. ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ હોવાના કારણે વાલીઓ પણ પોતાના બાળકોને શાળાએ મોકલવાનું ટાળે છે. થોડાક સમયમાં જ પરીક્ષા હોવાથી છોકરાઓનું ભણતર બગડી રહ્યું છે. તેમ છતાં અમારી સ્કૂલ ની આસપાસ વરસાદી પાણી ભરાયેલા હોય કોઈ નિકાલ થતો નથી.