સાંસદ ડો,હેમાંગ જોષીએ તપન પરમારની પાર્થના સભામાં જણાવ્યું હતું કે તપન પરમારની હત્યા બાબતે સીએમ તથા ગૃહમંત્રીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે ચુંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારા તમામની જવાબદારી છે કે તપનના પરિવારને ન્યાય મળે. તપનના શરીર પર ઇજાના મે નિશાન જોયા, પ્રોફેશનલ હત્યારો હત્યા કરે તે રીતે તેને મારવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કડક સુચનો આપવામાં આવ્યા છે, અધિકારીઓએ તેમની સુચનાનું પાલન કરવાનું છે. ત્યારે આપણે બીજા તપનની હત્યાની રાહ જોઇશુ ,આવા દબાણો હટાવવા માટે તથા કોબ્મિંગ કરવા માટે? અસામાજિક તત્વોનો અડ્ડો બનેલા ગેરકાયદે દબાણો વડોદરામાં ન થાય તે જોવું પડશે. આવી ઘટના વડોદરા સાંખી લેશે નહી.