મુખ્યમંત્રી સુધી વાત પહોચાડવા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી
*આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચિમકી*
(પ્રતિનિધિ) વડોદરા તા. 30
રાજ્યના મુખ્યમંત્રી દ્રારા તેઓના કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં ગત તા. 24-09-2024નારોજ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, વિકસતી જાતિ કલ્યાણ ખાતા હસ્તકની પ્રી-મેટ્રિક શિષ્યવૃતિમાં FAMILY ID પ્રોજેક્ટ અતર્ગત લેવાની થતી રેશનકાર્ડની વિગતો તેમજ E-KYC પ્રક્રિયા હાલ પુરતી રદ કરવામાં આવે છે. જેથી વિધાર્થીઓના આધાર કાર્ડ રાશનકાર્ડ લિંક નહી હોય તો પણ શિષ્યવૃત્તિની દરખાસ્ત માન્ય ગણાશે. આ મુજબનો નિર્ણય લેવાયા બાદ તેમના મંત્રી મંડળ હસ્તકના શિક્ષણ વિભાગ દ્વારા મુખ્ય મંત્રી ગુજરાત રાજ્યના નિર્ણયની મજાક ઉડાવી પોતે કાયદા અને મુખ્ય મંત્રીની નિર્ણયથી ઉપર હોય તેવું સાબીત કરવા માટે મુખ્ય મંત્રીના નિર્ણય વિરુધ્ધ જઈ સિટીઝન પોર્ટલ ઉપર શિક્ષણ વિભાગ દ્વારા એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે કે, જનરલ અને ઓ.બી.સીની પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિના ફોર્મ રાશનકાર્ડ તથા આધાર કાર્ડની લીક કર્યા વિના વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિના ફોર્મ જમા થઇ જાય છે. જ્યારે અનુસુચિત જાતિ ( એસ.સી) અનુસુચિત જન જાતિ ( એસ.ટી)ના વિદ્યાર્થીઓના પી-મેટ્રિક શિષ્યવૃત્તિના આધારકાર્ડ અને રાશનકાર્ડ લીંક તેમજ e-
KYC વિના રદ્દ થાય છે તેમજ સબમિટ થતા નથી. જે જાતિગત ભેદભાવને દર્શાવે છે. જે ખુબ જ આઘાતજનક અને ખુબ દુઃખદ છે. ત્યારે ગેર-સંવિધાનિક કૃત્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવા અનુસૂચિત જાતિ, જનજાતિના લોકો દ્વારા માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ જો આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામા આવી હતી.