શિનોર.
.શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા શિનોર નગરમાં માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી,હોમગાર્ડ સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

6 ડિસેમ્બર ના રોજ હોમગાર્ડ ની સ્થાપના કરવામાં આવી હતી,જેને લઈને દર વર્ષે 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે,ત્યારે આજરોજ શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા સ્થાપના દિવસ નિમિતે શિનોર નગરમાં માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં હોમગાર્ડ યુનિટ ના અધિકારીઓ,નિવૃત અધિકારીઓ તેમજ હોમગાર્ડ ના જવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.