Vadodara

શિનોર સાધલી રોડ વચ્ચે કુતરુ આવી જતાં બાઇક પરથી દંપતી પટકાયું, પતિ ગંભીર

વડોદરા: શિનોર તાલુકાના અવાખલ ગામના હવેલી ફળિયામાં રહેતા અલ્પેશ ભાઈલાલભાઈ પટેલ અને તેમના પત્ની સ્વાતિબેન કામ અર્થે સાધલી ગયા હતા. ભર બપોરે દંપતી પરત ઘરે આવવા નીકળ્યું હતું. અવાખલ ગામ નજીક પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી બાઇક આગળ એકાએક કુતરુ દોડીને આવી જતા અલ્પેશભાઈએ બચાવ અર્થે બ્રેક મારતા જ સ્લીપ થઈ ગઈ હતી. દંપતી રોડ પર પટકાતા બંનેને ઈજાઓ પહોંચી હતી. અલ્પેશભાઈ બેભાન થઈ ગયા હતા. તેમના પરિવાર જનોએ ઇજાગ્રસ્ત અલ્પેશભાઈને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. માથામાં લોહી જામી જતા ગંભીર હાલતમાં હોવાનું તેમના સંબંધીએ જણાવ્યું હતું.
તેઓ કોમ્પ્યુટર દ્વારા ડિઝાઇન અને કંકોતરી બનાવી ને આજીવિકા રળતા હતા. એક પુત્ર અને તેમના પત્ની કરુણ દુર્ઘટના સર્જાતા નાસીપાસ થઈ ગયા હતા.

Most Popular

To Top