Shinor

શિનોર સાધલી માર્ગના સુરાસામળ ટર્નિંગ પર એકટીવા અને બાઈક સામસામે અથડાયા, ચારને ઇજા

શિનોર: શિનોર સાધલી જતા માર્ગ પર સુરાસામળ ટર્નિંગ પર એક એકટીવા અને બાઈક સામસામે અથડાયા હતા. મીઢોળ ગામના રહેવાસી દશરથભાઈ વસાવા અને જયદીપભાઇ પાટણવાડીયા એકટીવા લઈને શિનોર તરફ આવી રહ્યા હતા ત્યારે સુરાસામળ રોડ ઉપર ટર્નિંગ ઉપર રાજપારડી ગામના વડોદરા જતા અશોકભાઈ પરમાર નૈતિકભાઇ પરમાર સામે બાઈક લઈને આવતા મીઢોળ ગામના એકટીવા ચાલકે દશરથભાઈની બાઈકમાં અથડાતા અકસ્માતમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

ચાર ઇજા પામેલા પૈકી ત્રણ જણને 108 એમ્બ્યુલન્સમાં અને એકને ઇકો ગાડીમાં સારવાર અર્થે મોટા ફોફળિયા સી એ પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા. ગ્રામજનોએ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપ્યા હતા. ઼..

Most Popular

To Top