શિનોર: શિનોર તાલુકાના ઝાઝડઅને મોટાફોફડિયા વચ્ચે આઇસર ટેમ્પો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બેના મોત નીપજ્યા હતા.
શિનોર તાલુકાના મોટા ફોફળિયાથી ઝાંઝડરોડ ઉપર અકસ્માતનો બનાવ બન્યો હતો. ઝાંઝડ ગામના છોકરા 11 માં ધોરણ માં અભ્યાસ કરતા હતા. તેઓ મોટાફોફળિયા ગામે રિજલ્ટ લેવા ગયા હતા. ત્યારે રિજલ્ટ લઈ મોટા ફોફળિયા ગામે થી ઝાંઝડ ગામે પરત ફરતા આઇસર ટેમ્પો એ પાછળથી અડફેટે લેતા બાઇક પર સવાર 4 પેકિં બે છોકરાઓ પર આઇસર ટેમ્પોનું વ્હીલ ફરી વળ્યું હતું. અકસ્માતમાં બાઇક સવાર 4 પૈકી 2ના મોત નીપજ્યા હતા. મોત પામનાર 1, કરણભાઈ વસાવા 2 શિવમભાઈ નટવરભાઈ વસાવા અને બાઇક પર સવાર 2ને ગંભીર ઇજાઓ પહોંચી હતી
શિનોર પોલીસે અકસ્માત મોતનો ગુનોનોધી અકસ્માતમાં મોત નિપજેલ 2 બોડીને પીએમ અર્થે મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે ખસેડાઈ. શિનોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.