Shinor

શિનોર તાલુકાના સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં 4.37 લાખથી વધુની ચોરી, તસ્કરો CCTVમાં કેદ


પ્રતિનિધિ : શિનોર

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે મનન વિદ્યાલયમાં તસ્કરો દ્વારા મોટી ચોરીની ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સાધલીથી ઉતરાજ જવાના મુખ્ય માર્ગ પર આવેલી આ શાળામાં અજાણ્યા તસ્કરો ત્રાટકી અંદાજિત રૂ. 4,37,000થી વધુની રકમની ચોરી કરીને ફરાર થયા હોવાનું જાણવા મળ્યું છે.

ચોરીની સમગ્ર ઘટના મનન વિદ્યાલયમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં તસ્કરો ચોરી કરતા સ્પષ્ટ રીતે નજરે પડે છે. ઘટનાની જાણ થતા શિનોર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને શાળાના સંચાલકોની ફરિયાદના આધારે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ સહિત આગળની તપાસ હાથ ધરી છે.

મનન વિદ્યાલયના મેનેજિંગ ડિરેક્ટર યશ પંડ્યાના જણાવ્યા મુજબ, આ ચોરીમાં શાળાને અંદાજિત રૂ. 4,37,000થી વધુનું નુકસાન થયું છે. હાલ પોલીસ દ્વારા તમામ પાસાઓ પરથી તપાસ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top