શિનોર: શિનોર તાલુકાના સાધલી મુકામે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.

15 મી ઓગસ્ટ ને લઈને ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે શિનોર તાલુકાના સાધલી મુકામે પણ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તિરંગા યાત્રા પોલીસ ના બંદોબસ્ત સાથે પી.એમ.શ્રી સાધલી પ્રાઈમરી સ્કૂલ થી સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલે પહોંચી હતી. જેમાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ, ભાજપ ના હોદ્દેદારો, કાર્યકરો સાથે વિવિધ શાળાના શિક્ષકો, વિધાર્થીઓ જોડાયા હતાં.

અત્રે ઉલ્લેખનીય છેકે 15 મી ઓગસ્ટ ને લઈને આજરોજ સાધલી મુકામે યોજાયેલ તિરંગા યાત્રા ને લઈને સમગ્ર સાધલી ગામ તિરંગામય બન્યું હતું.
