
શિનોર: શિનોર તાલુકાના માલસર ખાતે ગંગા સપ્તમી હોય શ્રી સત્યનારાયણ મંદિરના ઘાટ ઉપર નર્મદા માતાને 108 સાડી ઓઢાડી ચુંદડી મનોરથનો ઉત્સવ કરવામાં આવ્યો હતો. જેમાં સંતો મહંતોના સાનિધ્યમાં નિલેશભાઈ તથા કપિલભાઈના આશીર્વાદથી નર્મદાજીનું પૂજન કરી 108 ચુંદડી મનોરથ ઓઢાડવામાં આવી હતી.

જેમાં મહંત શ્રી જગન્નાથજી ,ભાગવત કથાકાર દિનેશભાઈ શાસ્ત્રી, અર્જુનદાસ બાપુ ,ભરતભાઈ બાપુ, શાસનગીરના બાપુએ હાજર રહી ભક્તોએ નર્મદા માતાના દર્શન આશીર્વાદનો લાભ લીધો હતો અને ભક્તોએ નર્મદા નદીમાં સ્નાન કરી દર્શન અભિષેક તથા આરતી મહાપ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.
