શિનોર:
શિનોર ખાતે ખ્વાજા મકબુલશફી વેલ્ફેર કમિટી દ્વારા નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.બાપુ ઇબ્રાહિમ દાદુભીખા (ટંકારીયાવાળા) તથા ખ્વાજા મકબુલશફી વેલ્ફેર કમિટી દ્વારા પ્રથમ વખત શિનોર ખાતે નિઃશુલ્ક સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે.આ આયોજનનો હેતુ સમાજના અનેક પરિવારો ને કુરિવાજો અને ખોટા આર્થિક બોજાથી બચાવવાનો છે.આગામી 8 તારીખે મંગળવારના રોજ શિનોરના મકબુલશફી મહોલ્લા ખાતે સવારે 10 કલાકે નિકાહ રશમ,તથા 10.30 કલાકે સન્માન સમારોહ,11 કલાકે પ્રાસંગિક પ્રવચન જ્યારે 11.30 કલાકે ભોજન સમારંભ રાખવામાં આવ્યા છે.આ પ્રસંગે મોટી સંખ્યામાં શિનોર તથા આસપાસના વિસ્તારમાંથી લોકો આ સમૂહ લગ્નમાં પધારશે. સાથે સાથે રાજકીય તેમજ સામાજિક મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી લગ્ન ન બંધનમાં જોડાઇ રહેલા વર વધુઓને આશીર્વાદ આપશે.
