શિનોર |
આજરોજ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા SSC અને HSC બોર્ડ પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે શિનોર સ્થિત જે.સી. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું શાળા સંચાલક મંડળ દ્વારા કુમકુમ તિલક, પુષ્પ અને શાકળ આપી મોઢું મીઠું કરાવી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સંચાલક મંડળ દ્વારા શુભેચ્છા
ધોરણ 10 અને 12ની પરીક્ષાના આરંભે સાર્વજનિક કેળવણી મંડળના મંત્રી જયેશ પટેલ તેમજ મંડળના ડિરેક્ટરો વિજય વી. પટેલ, વિજય એમ. પટેલ, નિતિન ખત્રી અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને કોઈપણ જાતના દબાવ વગર નિર્ભયતાપૂર્વક પરીક્ષા આપવા પ્રોત્સાહન આપ્યું હતું.
પ્રવેશદ્વારે વેલકમ, આત્મવિશ્વાસનો માહોલ
વિદ્યાર્થીઓને પ્રવેશદ્વાર પર કુમકુમ તિલક કરી ફૂલ આપી અને સાંકરથી મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી, જેના કારણે પરીક્ષા કેન્દ્ર પર હકારાત્મક અને આત્મવિશ્વાસભર્યો માહોલ જોવા મળ્યો.
આગોતરી આયોજનથી સુવ્યવસ્થિત પરીક્ષા
શિનોર હાઈસ્કૂલના સ્ટાફ દ્વારા અગાઉથી જ તમામ બ્લોકમાં નંબરિંગ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી કોઈપણ પરીક્ષાર્થીને અવ્યવસ્થા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
પરીક્ષાર્થીઓની સંખ્યા
ધોરણ 10 : 13 બ્લોકમાં કુલ 333 વિદ્યાર્થીઓ
ધોરણ 12 : 14 બ્લોકમાં કુલ 385 વિદ્યાર્થીઓ
રિપોર્ટર: અમિત સોની