શિનોર: શિનોર મુકામે આજ રોજ ગોપાલ કોટન જીનના વિશાળ મેદાનમાં વસાવા સમાજના બીજો સમૂહ લગ્નોત્સવમાં 32 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતા. શિનોર વસાવા હિત રક્ષક સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી દાતાઓના વિશેષ ફાળા અને સહયોગથી સફળ આયોજન કર્યું હતું. નવદંપતીને સાધુ,સંતો તેમજ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા.
શિનોર વસાવા સમાજ હિત રક્ષક સમિતિના અશોક વસાવા અને સદસ્યો દ્વારા સમાજને ખોટા ખર્ચ થી બચાવવા તેમજ ગરીબ પરિવારોને પોતાના દીકરા – દીકરી ના લગ્નના ખર્ચામાંથી મુક્તિ મળે અને ધામધૂમથી લગ્ન કરી શકે તે માટે બે વર્ષથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગામના આગેવાન સચિન પટેલ દ્વારા જમવાનો અને મંડપ સહિત તેમના જીનનું વિશાળ મેદાન પણ આપી સહકાર આપ્યો છે. ગત વર્ષે શિનોર મુકામે સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરતા ૨૩ જેટલા યુગલો એ ભાગ લીધો હતો. જ્યારે ચાલુ વર્ષે યુગલો લાભ લે તે માટે શિનોર વસાવા સમાજ ના સૌ યુવાનો અને વડીલો કામે લાગી ગયા હતા. જેમાં ચાલુ વર્ષે 32 નવ યુગલો આ સમુહ લગ્નવોત્સવ જોડાયેલા છે. આજ રોજ સમૂહ લગ્નોત્સવ માં શિનોર ગામમાં 32 વર રાજાઓનો ડીજેના તાલે પટેલવાડીથી વરઘોડો નીકળ્યો હતો. જેને શિનોરના લોકો જોવા ઉમટી પડયાં હતાં. વરઘોડો વિશાળ મંડપમાં આવી પહોચતા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત વિધિ દ્વારા લગ્નોત્સવ સંપન્ન થયો હતો. આ નવ દંપતી ને સમાજ અને દાતાઓ દ્વારા કન્યાદાન તિજોરી,પલંગ,ગાદલા, રજાઈ, ઓશિકા, કુકર, ચાંદીની મૂર્તિ, સ્ટીલનો ઘોડો આપવામાં આવ્યા હતા. આ નવ દંપતી lને સમાજ સહિત અન્ય સમાજ ના સાધુ, સંતો મહંતો જેમાં સાસંદ મનસુખભાઇ વસાવા, માજી ધારાસભ્ય અને મા.જીલ્લા ભાજપ પ્રમુખ સતિષ પટેલ, વડોદરા સુગર ચેરમેન અને શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ ના જીતુભાઈ પટેલ, જીજ્ઞેશ સોની, ચંદ્રવદન પટેલ, ધર્મેશ પટેલ, તા.પ.પ્રમુખ અર્ચનાબેન, દાતાઓ, સમાજ ના મોભીઓ અને આ લગ્નોત્સવ માં સિહ ફાળો આપનાર સચિન પટેલ ખાસ ઉપસ્થિત રહી નવ દંપતી ને આશીર્વચન સાથે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે શિનોર વસાવા હિત રક્ષક સમિતિ દ્વારા આ લગ્નોત્સવ ને સફળ બનાવનાર દાતા ઓનું સન્માન કરવા માં આવ્યું હતું. અશોક વસાવા દ્વારા આ લગ્નોત્સવ ને સફળ બનાવવા માટે સર્વે સાથી મિત્રો અને સમિતિના સભ્યો અને ગામ આગેવાન સચિન પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગમાં વસાવા સમાજના 9 થી 10,000 માણસોએ હાજરી આપી પ્રસંગ સફળ બનાવ્યો હતો….