શિનોર તાલુકામાં એક ઈસમ લગ્નની લાલચ આપી સગીર વયની કિશોરીને ભગાડી ગયો હતો. લગ્નની લાલચ આપી 15 વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું. વિધર્મી સોહેબ મનસુરી એક ગામમાં કડિયા કામ અર્થે આવતો હતો.થોડા સમય પછી એક છોકરી સાથે આખો મળી હતી. સોહેબ મનસુરી એક છોકરીને પ્રેમ જાળમાં ફસાવી 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. સોહેબ મનસુરી સામે પોલીસ ફરિયાદ નોંધાયેલ છે. ફરિયાદના આધારે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
ત્રણ મહિનામાં લવ જેહાદનો બીજો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે એક ગામની 15 વર્ષની સગીરાને દામનગરનો વિધર્મી યુવક લગ્નની લાલચ આપી અપહરણ કરીને ભગાડી ગયો હતો. શિનોરનો પરિવાર જમીને સુઈ ગયા તે દરમિયાન વિધર્મી સોહેબ મનસુરી બપોરના સમયમાં સગીરાને ભગાડી જવાનો બનાવ બન્યો હતો સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.