શિનોર: આધેડ મહિલા પર સામુહિક બળાત્કાર કરી ગળે ટૂંપો આપી હત્યા કરનાર ચારેય આરોપીને શિનોર પોલીસે આજરોજ શિનોર કોર્ટમા રજૂ કરી ગુનાના કામે વધુ તપાસ કરવા માટે 10 દિવસના રીમાંડ માગતા કોર્ટે 2 દિવસ ના રીમાંડ મંજુર કર્યા છે.
શિનોર પંથક મા છેલા પાંચ દિવસથી ચર્ચા ની એરણે રહેલા કેસમાં એક વિધવા આધેડ મહિલાની એકલતાનો લાભ ઉઠાવી તેની પર બળાત્કાર કરી ઝાડ સાથે નગ્ન અવસ્થામા તેનાજ ઉપ વસ્ત્ર વડે ગળુ બાંધી હત્યા કરી દેવાઈ હતી. પોલીસે ગઈકાલે ચાર આરોપીઓ પ્રવીણ શનાભાઈ વસાવા, કિરણ શના વસાવા, ગંગારામ વસાવા અને ચુનીલાલ મંગળ વસાવાને ધરબી પકડી લીધા હતા. જેમાં તેણીના બે દિયર અને અન્ય બે મિત્રોએ એમ આ ચારેય આરોપીઓએ તેણીની સાથે બે બે વાર બાળત્કાર કરી તેની હત્યાં કરી હોવાનો ઘટસ્ફોટ થતા ચકચાર મચી જવા પામી છે. આ ચારેય આરોપી ને શિનોર પોલીસે ગુનાના કામે વધુ માહિતી મેળવવા આ ગુનામાં તેમની સાથે કોઈ સંડોવાયેલ છે કે કેમ, આ ગુનાને અંજામ કેવી રીતે આપ્યો જેવા સાતેક મુદાઓ સાથે શિનોર કોર્ટ મા 10 દિવસના રીમાંડ ની માગણી સાથે આજે રજુ કરતા શિનોર કોર્ટે બે દિવસ ના રીમાંડ મંજુર કર્યા છે.
શિનોર પંથક મા આ ધૃણાસ્પદ ઘટના પ્રકાશમા આવતા આ ચારેને કડકમા કડક વહેલી સજા કરી દાખલો બેસાડવા માટે ચર્ચાઓ ઉઠિ છે….
શિનોરમાં મહિલા પર બળાત્કાર કરી હત્યા કરનાર 4 આરોપીને 2 દિવસના રિમાન્ડ
By
Posted on