*શિનોર: વડોદરાના શિનોર ,સાધલી, ઉતરાજ, ટીંબરવા સહિત ગામોમાં ગત રાત્રિ દરમિયાન ભારે વાવાઝોડા સાથે ધમાકેદાર વરસાદે એન્ટ્રી મારી હતી. જ્યારે શિનોર ટાઉનમાં અંબુ ભાઈ રાણાની છત ઉપર ભારે પવનના વાવાઝોડામાં સોલાર પેનલ ઉડીને જમીન પર પડી ગઈ હતી .

શિનોર પંથકમા રેલ્વે ગરનાળા નીચે પણ ઘૂંટણસમા પાણી ભરાયા હતા. માર્ગ મકાન વિભાગ દ્વારા જાણ કરવા છતાં દર ચોમાસે બાઈક ચાલકોને ગરનાળા નીચેથી પસાર થવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી કરી તંત્ર આનું નિરાકરણ કરાવે તેવી માંગ ઉઠી છે.

નર્મદા કિનારે 20 વર્ષ જુનો પીપળો ધરાસાયી થઈ ગયો હતો એક કાચા મકાનના પતરા પણ ઉડી ગયા હતા. માછીવાડમાં આવેલું કેબીન પલટી મારી ગયુ હતું અને કેબિનની નીચે એકટીવા અને બાઈક દબાઈ ગયા હતા. સદનસીબે કોઈ હાજર ન હતું તેથી જાનહાની થઈ ન હતી.

શિનોર બજારમાં ઇલેક્ટ્રિસિટી વાયર ટુટી ગયો હતો તાત્કાલિક એમ,જી,વી,સી,એલ ના કર્મચારીઓને જાણ કરતા વાયરને સાઈડ પર કરી દીધો હતો. કોઈને ઇલેક્ટ્રિસિટી કરંટનો શોક ન લાગે તે માટે વાયર ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ શિનોર, સાધલી, ઉતરાજ, મીઢોળ, સુરાસામળ, ટીંબરવા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ઈલેક્ટ્રીકસીટી ગુલ થઈ હતી રાત્રિના બે કલાકે ભારે વરસાદ ખાબક્યો હતો. ઠેર ઠેર રોડ પર વૃક્ષો ધરાશાયી થયા હતા. સિનોર તાલુકામાં ખેડૂતોને ભારે નુકસાની જોવા મળ્યું હતું ખેડૂતોની હાલત ભારે કફોડી બની હતી આંબા પર કેરીનો પાક આવીને વાવાઝોડામાં ગરી ગયો હતો, કેળ પવનના વાવાઝોડામાં નમી ગઈ હતી. મકાઈ પણ લોકોએ કાઢીને ખડામાં નાખી હતી પલડી ને કાળી પડી ગઈ હતી.કપાસ ફાટેલી હાલતમાં વીણવાની તૈયારી હતી. તદ્દન પલળીને બગડી ગયો હતો. દિવેલા ને પણ ભારે નુકસાન થયું હતું