Shinor

શિનોરમાં તિરંગા યાત્રાએ દેશભક્તિનું વાતાવરણ ઊભું કર્યું

શિનોર: શિનોર ગ્રામ પંચાયતથી આજ રોજ બીજેપી જિલ્લા પ્રમુખ, એપીએમસી પ્રમુખ, તાલુકા મામલતદાર, સરપંચ, ઉપ સરપંચ, ગ્રામ પંચાયત સભ્યો સહિત મોટી સંખ્યામા ગ્રામજનો તેમજ શાળાના બાળકો હાથમા તિરંગો લઇ નીકળેલી તિરંગા યાત્રાએ શિનોર નગરમાં દેશ ભક્તિમય વાતાવરણ ઉભું કર્યું હતું.


આવનાર સ્વાતંત્ર્ય દિન 15 મી ઓગસ્ટને લઈને સમગ્ર દેશમા હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છ, સ્વતંત્રતાકા ઉત્સવ ,સ્વચ્છતા કે સંગ, થીમ ઉપર ઠેર ઠેર દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે શિનોર મુકામે આજરોજ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં શિનોર ગ્રામ પંચાયત સરપંચ કિન્નલબેન પટેલ, ઉપ સરપંચ નિતિન ખત્રી અને ગ્રામ પંચાયતના સભ્યોએ એપીએમસી પ્રમુખ સચીન પટેલના સહયોગ અને માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. આ તિરંગા યાત્રામા મામલતદાર મુકેશભાઈ, તાલુકા પંચાયત કચેરી સટાફ, આંગણવાડી કાર્યકરો, શિનોર પી. એચ. સી. ઇન્ચાર્જ ટી. એચ. ઓ. ડો જીજ્ઞેશભાઈ તથા સ્ટાફ,બીજેપી તાલુકા પ્રમુખ સંકેત પટેલ, તેમજ સાર્વજનિક હાઈસ્કૂલ સ્ટાફ તથા બાળકો અને ગામના અને તાલુકા ના આગેવાનો વસંત રાય, મુકેશભાઈ, જયેશભાઇ, હરિભાઈ તેમજ હોદ્દેદારો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.

શિનોર ગ્રામ પંચાયત ના કંપાઉન્ડમા સર્વ પ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરી તિરંગા યાત્રા નુ પ્રસ્થાન થયું હતું. તિરંગા યાત્રા ગ્રામ પંચાયતથી બસ સ્ટેન્ડ, મેઈન બજાર, ચારભાગ, ભાટ્ટશેરી, રામજી મંદિર, બુશાફળી, સોની બજારથી પરત ગ્રામ પંચાયત આવી પૂર્ણ કરી હતી. ગામના મેઈન વિસ્તારોમા તિરંગા યાત્રા નીકળતા ગામમાં દેશ પ્રેમ નુ વાતાવરણ ફરી વળ્યું હતું. અને જ્યાં જ્યાં થી રેલી પસાર થતી હતી ત્યાં ગ્રામજનો આ રેલી ને જોઈ દેશ ભક્તિમય વાતાવરણ બનતા આ રેલી એ આકર્ષણ જમાવ્યું હતું.

Most Popular

To Top