Vadodara

શિનોરમાં આરોગ્ય વિભાગ દ્વારા વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાયજીન દિવસની ઉજવણી કરાઇ



શિનોર: રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત વલ્ડ મેન્સ્ટ્રુઅલ હાઇજીન દિવસની ઉજવણી ના ભાગરૂપે શિનોર આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડોકટર જીજ્ઞેશ વસાવાની આગેવાની હેઠળ શિનોર,સાધલી અને સિમલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજાયા હતા.જેમાં કિશોરીઓને સેનિટરી પેડ નો ઉપયોગ અને તેના નિકાલ તેમજ મેન્સ્ટ્રુઅલ હાઇજીન વિશે સમજણ આપવામાં આવી હતી.આ ઉપરાંત તમામ કિશોરીઓને સેનેટરી પેડના પેકનું વિતરણ ની સાથે સાથે અવેરનેસ રેલીનું પણ આયોજન કરાયું હતું.જેમાં તમામ કેન્દ્રો થઇને લગભગ 300 થી 400 જેટલી કિશોરીઓએ ભાગ લીધો હતો.

Most Popular

To Top