Vadodara

શિનોરના સાધલી ગામે આકાશી વીજળી પડતાં ચાર થી પાંચ ઘરોના વીજ ઉપકરણો ફૂંકાયા




શિનોર તાલુકાના સાધલી ગામે ગતરોજ સાંજે વાતાવરણમાં પલટો આવતાં જ સમગ્ર શિનોર પંથકમાં આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાઈ ગયા હતા. ત્યારબાદ ભારે પવનના સૂસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો.જેને લઇને નોકરિયાતો, વેપારીઓ અને કામકાજ અર્થે બહાર નીકળેલા લોકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. તો બીજી તરફ શિનોર તાલુકાના સાધલી ગામે ચોળા પાસેના ઘરો પર આકાશી વીજળી પડતાં ચારથી પાંચ જેટલા ઘરોના વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હતા.જેમાં સિલીંગ ફેન,એ.સી,ફ્રીઝ, ઘરઘંટી, ટી.વી સહિતના વીજ ઉપકરણોનો સમાવેશ થાય છે. જ્યારે કેટલાક ઘરોની દીવાલોમાં પણ તિરાડો પડી ગઈ હતી.ત્યારે આકાશી વીજળી પડવાના કારણે સાધલીમાં ચોળા પાસેના ચારથી પાંચ ઘરોના વીજ ઉપકરણો ફૂંકાવાના કારણે થયેલી લાખો રૂપિયાની નુકશાનીને લઈને સરકાર દ્વારા યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી સ્થાનિક રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે…

Most Popular

To Top