શિનોર : શિનોર મુકામે વેરાઈ માતાના મંદિરે સમસ્ત ગ્રામજનોના સાથ સહકારથી નવચંડીનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલમાં ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે શિનોર બસ સ્ટેન્ડ પાસે આવેલા વેરાઈ માતાના મંદિર ખાતે સમસ્ત ગ્રામજનોના સાથ સહકારથી નવચંડીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેકની મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.
