Vadodara

શિનોરના વેપારીઓને ત્યાં જીએસટીનું સર્ચ

શિનોર ટાઉનમાં આજે અચાનક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ના અધિકારીઓએ લોખંડ હાર્ડવેર અને સિમેન્ટના છૂટક તથા જથ્થાબંધ એક વેપારીને ત્યાં આકસ્મિક આવી જીએસટી અંગેનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ખબર મળતાં નાનકડા શિનોર ટાઉનના બજારની તમામ દુકાનો વેપારીઓએ ટપોટપ બંધ કરી દેતા સોંપો પડી જવા સાથે ચકચાર મચી જવા પામેલ છે.

મળેલી માહિતી મુજબ શિનોર ટાઉનમાં ગોલવાડના નાકે આવેલ મેસર્સ પ્રભુદાસ પરસોત્તમભાઈ પટેલ નામની હાર્ડવેર લોખંડ સિમેન્ટના છૂટક તથા જથ્થાબંધ વેપારીને ત્યાં આજે આકસ્મિક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ના અધિકારીઓએ જીએસટી ટેક્સ અંગે નું પ્રાથમિક સર્ચ શરૂ કર્યું હતું. આ વેપારીના તમામ ચોપડા, બિલ બુકો અને મોબાઈલો જપ્ત લઇ પ્રાથમિક તપાસ આદરી છે. જીએસટી નું સર્ચ થતું હોવાની માહિતી શિનોર ના વેપારી આલમમાં પહોંચતા શિનોર બજારના અને ચોકસી બજારના તમામ વેપારીઓએ ટપો ટપ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી. શિનોર ટાઉનમાં કોઈ વેપારીને ત્યાં જીએસટીનું સર્ચ ઓપરેશન પ્રથમ વાર થતું હોવાથી વેપારી આલમમાં સોંપો પડી જવાની સાથે ચકચાર મચી જવા પામેલ છે….

Most Popular

To Top