Vadodara

શિનોરના વનીયાદ ગામે 15 વર્ષ બાદ ચોરી થઈ, બંધ મકાનના તાળા તૂટ્યા

શિનોર: .શિનોર તાલુકાના વનીયાદ ગામે મકાન બંધ કરી ચારધામ યાત્રા પર ગયેલ યાત્રી ના ઘરના ગત રાત્રીના નિશાચરોએ બંધ મકાન ના તાળાં તોડી બે સોનાની ચેન અને પાંચ સોનાની વિટી ચોરી, ઘરવખરી ફ્રીઝ સહિત તિજોરી ને તોડી નુકશાન કરતા નાનકડા ગામે પંદર વર્ષ પછી ચોરીનો બનાવ બનતા ચકચાર મચી ગયેલ છે. શિનોર પોલીસ ને જાણ કરતા તપાસ આદરી છે. તાલુકામાં કેબલ ચોરી, લૂંટ અને આ ચોરી નો બનાવ બનતા રાત્રિ પેટ્રોલિંગ પર સવાલ ઉઠવા પામ્યા છે.
શિનોર તાલુકાના વનીયાદ ગામે વાટા ફળિયા માં રહેતા નિલેશભાઈ જેન્તીભાઇ પટેલ ગત તા. ૧૩/૫/ ૨૪ ના રોજ પોતાનું મકાન બંધ કરી ચારધામ યાત્રા પર ગયેલ છે. ગત રાત્રિ તા. ૨૭/૫/૨૪ ના રોજ નિશાચરો એ તેમના બંધ મકાન ને નિશાન બનાવ્યું હતું. મકાન ના તાળાં તોડી મકાનમાં ઘુસી ફ્રીઝ, ડ્રેસિંગ ટેબલ અને ઘરવખરી ની તોડ ફોડ કરી તિજોરી તોડી કપડાં ની વેર વિખેર કરી બે સોનાની ચેન અને પાંચ વીટી ચોરી કરી બિન્દાસ ફરાર થઈ ગયેલ છે. નાનકડા વનિયાદ ગામે ચોરી નો બનાવ ૧૫ વર્ષ પછી બનતા ગ્રામજનો માં ચર્ચા સાથે ચકચાર મચી જવા પામી છે. ગ્રામજનો ને ખબર પડતાં પોલીસ ને જાણ કરતા પોલીસે સ્થળ તપાસ કરેલ છે. શિનોર તાલુકામાં રાજ્ય ધોરી માર્ગ પર આવેલ મોટા કરાળા ગામના ખેડૂતો ના કુવા ના કેબલો ની ચોરી બાદ, શિનોર – ડભોઇ માર્ગ પર દુકાન માલિક ને કુવાવાળી બતાવી લૂંટ નો બનાવ બાદ તાલુકાનું છેવાડા નું અંતરયાળ વનિયાદ ગામમાં ચોરી નો બનાવ બનતા પોલીસ ની રાત્રી પેટ્રોલીંગ પર અનેક સવાલ ઉઠવા પામ્યા છે…

Most Popular

To Top