Shinor

શિનોરના મોટા ફોફળિયામાં 17મીએ આયુષ્માન આરોગ્ય મેળાનું આયોજન

શિનોર: . શિનોર તાલુકાના મોટા ફોફળિયા ખાતે આવેલ શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રી છોટુભાઈ એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તારીખ 17/04/ 2025ને ગુરૂવારના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયુષ્યમાન ભવ અભિયાન અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મેળો-(સર્વ રોગ નિદાન કેમ્પ)નું આયોજન કરવામાં આવ્યું છે.

શિનોર તાલુકાના મોટા ફોફળિયા ખાતે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના શુભગ સમન્વયથી લોક ભાગીદારી દ્વારા શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી છોટુભાઈ એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિભાગીય નાયબ નિયામક આરોગ્ય તબીબી સેવાઓ વડોદરા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત વડોદરાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આયુષ્યમાન ભવ અભિયાન અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મેળો- (સર્વ રોગ નિદાન કેમ્પ)નું તારીખ 17/04/ 2025 ને ગુરુવારના રોજ 9:30 થી 12:30 વાગ્યા સુધી આયોજન કરવામાં આવેલ છે. નિષ્ણાત તબીબોમાં જનરલ મેડિસિન માટે, બાળરોગ નિષ્ણાત, સ્ત્રી રોગ નિષ્ણાત, જનરલ સર્જન, હાડકા રોગ નિષ્ણાત, દાંત રોગ નિષ્ણાત, ચામડી રોગ નિષ્ણાત અને માનસિક રોગના નિષ્ણાત સેવાઓ આપનાર છે. આ ઉપરાંત સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબોની પણ સેવાઓ મળી રહેશે. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને એક્સ-રે, ઇસીજી, લેબોરેટરી ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવનાર છે અને નિદાન થયેલા દર્દીઓમાં આગળની વધુ સારવારની જરૂરત વાળા દર્દીઓને વધુ સારવાર માટે તારીખ આપી બોલાવવામાં આવનાર છે તો આ કેમ્પનો જરૂરિયાતમંદ લોકોએ લાભ લેવા જાહેર આમંત્રણ છે.

Most Popular

To Top