શિનોર: શિનોર ગામના એક લઘુમતી કોમના યુવકે સોશિયલ મીડિયામાં વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ધમકી આપતો ખુલ્લો પડકાર ફેંકતો વિડિયો વાયરલ થતા રાત્રિના શિનોર નગરના હિન્દુ યુવકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.તૌફીકના પડકારને ઝીલી લઈ શિનોર બસ સ્ટેન્ડ પર હિન્દુ યુવકો એકત્ર થઈ જતા તંગદિલી વ્યાપી હતી.

આ બનાવની ખબર પડતા શિનોર પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને તંગદિલી વધુ ન ફેલાય તે માટે હિન્દુઓને પડકાર ફેંકતો વિડીયો વાયરલ કરનાર લઘુમતી યુવકની શોધખોળ શરૂ કરી છે. શિનોર નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

હાલ દેશમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવભરી સ્થિતિના સમયે શિનોર ગામના એક લઘુમતી કોમના યુવક, જેનું નામ તૌફીક મન્સૂરીએ, રહેવાસી નાની ભાગોળ કાઝીવાડના સરનામા સાથે એક વિડિઓ વહેતો કર્યો હતો. વીડિયોમાં તે એવું બોલતો સંભળાય છે કે વિશ્વ હિન્દુ પરિષદની બીક લાગે છે, આરએસએસની બીક લાગે છે, તમે બધા આવી જાવ. આવા શબ્દોનું ઉચ્ચારણ કરી પડકાર ફેંકતો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ ધર્મના યુવકોની લાગણી દુભાવાની સાથે આ યુવકોમાં રોષ જોવા મળતા શિનોર બસ સ્ટેન્ડ પર તેનો વિરોધ કરવા એકત્ર થઈ ગયા હતા. રાત્રિના સમયે તંગદિલી વ્યાપી હતી અને આ બનાવની જાણ થતા શિનોર પોલીસ હરકતમાં આવી ગઈ હતી. તંગદિલી વધુ ન ફેલાય તે માટે હિન્દુ ધર્મના લોકોને પડકાર ફેંકતો વિડીયો વાયરલ કરનાર લઘુમતી કોમના તૌફીક મન્સૂરીની શોધખોળ શરૂ કરી છે. શિનોર નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રોષે ભરાયેલા હિન્દુ યુવકોને શાંતિ જાળવવા સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.