Shinor

શિનોરના તેરસા ગામે ચાર સીમાડાવાળી મસાણી મેલડીમાંનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો


શિનોર તાલુકાના તેરસા ગામના વતની રોનક ઠાકોર ધ્વારા સાધલીથી કુકસ જવાના રોડ પર નર્મદા કેનાલની બાજુમાં અધ્યતન સુવિધાઓથી સજ્જ ચાર સીમાડાવાળી મસાણી મેલડીમાંનું મંદિર બનાવવામાં આવ્યું છે. રવિવાર ના દિવસે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા અને નવચંડી નું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંજે મહા આરતી, ભંડારો અને લોક ડાયરા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં.


અત્રે ઉલ્લેખનીય વિશાલ કેમ્પસમાં રાત્રિના સમયે યોજાયેલ લોક ડાયરામાં જન્નત ગ્રુપ પાટણ ના ગાયક કલાકાર કિંજલ બેન રબારીએ ભારે રમઝટ બોલાવી હતી.

Most Popular

To Top