Shinor

શિનોરના અનસૂયા માતાજીને ગાયકવાડ સરકારે અર્પિત કરેલા કરોડોના દાગીનાનો શૃંગાર

શિનોર:

શિનોર તાલુકાના અનસુયા મંદિર ખાતે આજરોજ ચૈત્ર સુદ પૂનમ હોવાથી ગાયકવાડ સરકાર તરફથી અર્પિત કરાયેલા કરોડોની કિંમતના રૂપિયાના દાગીનાનો માતાજીને શૃંગાર કરવામાં આવ્યો હતો.



શિનોર તાલુકાના અનસુયા માતાજીના મંદિરે માતાજીના પાટોત્સવ હોવાથી ચૈત્ર સુદ પૂનમના દિવસે જે તે સમયના ગાયકવાડ સરકારના સવા લાખ રૂપિયાના દાગીના માતાજીને અર્પણ કરવામાં આવે છે. જેની કિંમત આજે કરોડો રૂપિયા મુકાય છે . તે શણગારની યાત્રાળુએ આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

શ્રી અનસુયા માતાજી મંડળ તરફથી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહાપ્રસાદીનો દરેક દર્શનાર્થીઓએ લાભ લીધો હતો.શ્રી અનસુયા માતાજી પૂજારી પ્રગતિ મંડળના પ્રમુખ અને મંત્રી સર્વ પૂજારીઓના સાથ સહકારથી આ આયોજન કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top