કોર્પોરેશનના વર્ષ 2025-26 ના બજેટ પર ચર્ચામાં ભાગ લેતા સયાજીગંજના ધારાસભ્ય અને માજી મેયર કેયુર રોકડીયાએ જણાવ્યુ હતું કે હં જયારે શિક્ષણ સમિતિના અધ્યક્ષપદે હતો ત્યારે વર્ષ 2013માં અંગ્રેજી માધ્યમ શરુ કરવામાં આવ્યુ હતું.
હાલ છાણી દીનદયાળ ઉપાધ્યાય પ્રાથમિક શાળામાં 800 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. 12 વર્ષમાં જ સરકારી પ્રાથમિક શાળામાં આટલા બધા વિદ્યાર્થીઓ વધ્યા છે અને અલગ શાળા અંગ્રેજી માધ્યમની બને તેવી પ્રગતિ થઇ છે. સરકારે 20 રૂમ મંજૂર કરતા તે સંદર્ભે આગળની જરુરી ઘટતી કાર્યવાહી કરવા તેમણે અનુરોધ કર્યો હતો. શિક્ષણ સમિતિની શાળાઓમાં અત્યાર સુધી પ્રાથમિક શિક્ષણ જ અપાતુ હતું, પરંતુ સમિતિએ ધીમે ધીમે માધ્યમિક શાળાના વર્ગો શરુ કરવાનું ચાલુ કર્યું હતું. જેમાં આ વખતે પ્રથમ વખત શિક્ષણ સમીતિની શાળાના 40 બાળકો ધો.10ની પરીક્ષા આપી રહ્યા છે,