Vadodara

શિક્ષણ સમિતિના કર્મચારીઓ પગારથી વંચિત, તહેવાર ટાણે રોષ ફાટી નીકળ્યો

વર્ગ-4ના કર્મચારીઓને પગાર ન મળતાં ઘરોમાં તંગીનું વાતાવરણ, બિલ મંજૂર થયા પછી જ ચુકવણી થશે

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના કર્મચારીઓ પગાર વિના વલખા મારી રહ્યા છે. ખાસ કરીને વર્ગ-4ના કર્મચારીઓને યોગ્ય સમયસર પગાર મળતો ન હોવાથી ભારે અસંતોષ ફાટ્યો છે. તહેવારના દિવસોમાં પણ પોતાનો હકનો પગાર ન મળતા તેમના ઘરોમાં આર્થિક તંગીનું વાતાવરણ સર્જાયું છે.
કર્મચારીઓએ અત્યંત આકરા શબ્દોમાં કોરપોરેશન સામે રોષ વ્યક્ત કરીને માંગણી કરી છે કે નિયમિત પગાર ચૂકવણી થાય, જેથી તેઓને જીવનનિર્વાહમાં સરળતા રહે.
આ અંગે શિક્ષણ સમિતીના શાસનાધિકારી ડો. વિપુલ ભરતીયાએ જણાવ્યું હતું કે, “કોર્પોરેશનમાં બિલ પેન્ડિંગ છે. જયારે બિલ મંજૂર થશે ત્યારે તમામ કર્મચારીઓને પગાર ચૂકવી દેવામાં આવશે.”
પરંતુ તહેવાર ટાણે પગાર ન મળવાના કારણે વર્ગ-4ના કર્મચારીઓમાં નિરાશા અને અશાંતિ વધી રહી છે, જેને કારણે આ મુદ્દે ટૂંક સમયમાં કોઈ સમાધાન ન આવે તો વિરોધ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરવાની શક્યતા છે.

Most Popular

To Top