Vadodara

શિક્ષણ બોર્ડની ધો.10-12ની તા.26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન પરીક્ષા યોજાશે

( પ્રતિનિધી )વડોદરા,તા.8

સીબીએસઈએ પરીક્ષાની તારીખ જાહેર કર્યા બાદ હવે જીએસઈબીએ પણ ધો.10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું હતું. ગુજરાત શિક્ષણ બોર્ડની પરિક્ષા તા.26 ફેબ્રુઆરીથી તા.16 માર્ચ દરમ્યાન યોજાશે. બોર્ડની પરિક્ષાઓને લઈ પૂર્વ તૈયારીઓ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી ગઈ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 , સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-2026 માં લેવાનાર મુખ્ય પરીક્ષા તા.26 ફેબ્રુઆરીથી તા.16 માર્ચ દરમ્યાન યોજાનાર છે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મૂકવામાં આવેલ છે. જેની તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓ તથા શાળાના આચાર્યોએ નોંધ લેવા જણાવાયું છે. નોંધનીય છે કે, ગુજરાત શિક્ષણ બોર્ડની ફેબ્રુઆરી 2026માં યોજાનારી બોર્ડની પરીક્ષા માટે શુક્રવાર બપોરે 12 વાગ્યાથી બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત કરાઈ હતી. જેમાં આગામી 6 ડિસેમ્બર, 2025ની રાત્રે 12 વાગ્યા સુધી આવેદન કરી શકાશે.

Most Popular

To Top