Vadodara

શિક્ષણ અને સંસ્કારના સમન્વયનું નવું સરનામું બનશે, OneWorld Baroda Public School

વડોદરા, તા. 13
વડોદરામાં શિક્ષણ અને સંસ્કારના સમન્વય સાથે આધુનિક સુવિધાઓથી સજ્જ OneWorld Baroda Public School નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ આવતીકાલે 14 માર્ચે યોજાનાર છે. “વિદ્યા નિર્માણ સે રાષ્ટ્ર નિર્માણ” ના શુભ સંકલ્પ સાથે મેહતા ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા નિર્મિત આ શાળાનો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે થશે.
અંકોડિયા-કોયલી વિસ્તારમાં સ્થિત OneWorld Baroda Public School ના કેમ્પસમાં સાંજે 4:45 કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં વૈષ્ણવાચાર્ય અને VYO ના સંસ્થાપક પ.પૂ, ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય તથા ગાયત્રી ઉપાસક પૂ,શ્રી હર્ષદ બાપા આશીર્વચન આપશે.

આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી મનીષાબેન વકીલ, ગુજરાત વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ, વડોદરાના સાંસદ હેમાંગ જોષી, છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા તેમજ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.

સમગ્ર મેહતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંચાલક અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) ના માર્ગદર્શન હેઠળ ઉભી થયેલી આ આધુનિક શાળા વડોદરાના શિક્ષણક્ષેત્રને નવી ઊંચાઈ પર લઈ જશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ભવ્ય કાર્યક્રમમાં શહેરના આગેવાનો, શિક્ષણપ્રેમીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

કાર્યક્રમ અંકોડિયા-કોયલી ખાતે OneWorld BPS કેમ્પસ, ફૂડિસ્ટા રેસ્ટોરન્ટ સામે યોજાનાર છે.

Most Popular

To Top