
વડોદરા શહેર પોલીસ હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીની ફોર્મ્યુલા પર એક્શનમા આવી છે અને ગુનેગારો,હિસ્ટ્રીસીટરો જેઓ ગેરકાયદેસર રીતે રહીને શહેરમાં વિવિધ ગુનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે પોલીસ તથા વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવા ગુનેગારોની યાદી બનાવવામાં આવી રહી છે અને તેઓની સ્થાઇ મિલકત કાયદેસર છે કે ગેરકાયદેસર તથા પાલિકાના નિયમોનું પાલન કરાવવામાં આવ્યું છે કે કેમ તે તમામ બાબતોને સાથે જ ગુનાઇત ઇતિહાસ વિગેરેને ધ્યાનમાં રાખીને યાદી તૈયાર કરી નોટિસ ફટકારી એક્શન લેવાનું શરૂ કર્યું હતું ત્યારે આજરોજ ઝોન -3વિસ્તારમા આવેલા મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તરસાલીમા ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ નામના ઇસમ કે જેની સામે સાત જેટલા પ્રોહિબિશનના ગુનાઓ તેમજ બે અન્ય અને બે વાર પાસા ને ધ્યાનમાં રાખીને તેની ચાર ગેરકાયદેસર બાંધકામ કરેલી ઝૂપડીઓ ને પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે તોડી પાડવામાં આવી હતી તે જ રીતે ઘાઘરેટિયા વિસ્તારમાં વિપુલ પંચાલ નામના ઇસમ વિરુદ્ધ 11જેટલા પ્રોહીબીશનના ગુના,2અન્ય તથા બે વાર પાસાના આરોપીના મકાનનો વેરો બાકી હોય તેના મકાનને પાલિકાની દબાણ શાખા ની ટીમ અને અધિકારીઓ સાથે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે જ ઘાઘરેટિયા વિસ્તારમાં ગોવિંદ સિકલીગર જે વોન્ટેડ છે તેના ગેરકાયદેસર બાંધકામ ને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ જ રીતે અન્ય ગુનેગારોના ગેરકાયદેસર રીતે બાંધકામ પર પણ એક્શન લેવામાં આવશે.વડોદરા શહેર પોલીસ અને પાલિકાની સંયુક્ત કામગીરીને પગલે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે



