શહેરા: શહેરાના ગોકળપુરા ગામે ખેતરમાં ઢોર ચરાવવા જેવી નજીવી બાબતે કેટલાક ઈસમો દ્વારા ખેતરમાલિક ગામના પૂર્વસરપંચને લાકડીના ફટકા મારતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેને કારણે પૂર્વસરપંચનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર બનાવને લઈ મૃતકનાં પરિવારજનો દ્વારા શહેરા પોલીસમથકે ફરિયાદ નોંધાવવા જતા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.શહેરા તાલુકાના ગોકળપુરા ગામે ગુરુવારે બપોરના સમયે ગામના પૂર્વ સરપંચ દિનેશભાઈ ડાહ્યાભાઈ બારીઆના ખેતરમાં કેટલાક ઈસમો પોતાના ઢોર ચરાવી રહ્યા હતા. ત્યારે પૂર્વ સરપંચના માતા અને સાસુએ તે ઈસમોને ખેતરમાં ઢોર ન ચરાવવા જણાવ્યું હતું. જેથી નજીવી બાબતે ઢોર ચરાવનાર ઈસમોએ મહિલાઓ સાથેબાબતની જાણ ખેતરમાલિક અને ગામના પૂર્વસરપંચ દિનેશભાઈ ડાહ્યાભાઈ બારીઆને થતાં તેઓ ખેતરમાં દોડી આવ્યા હતા અને ઢોર ચરાવનાર ઈસમોએ પૂર્વ સરપંચ સાથે બોલાચાલી કરી હતી. બોલાચાલી ઉગ્ર બનતા તેઓએ પૂર્વ સરપંચના માથાના, કપાળના અને મોઢાના ભાગે લાકડીના ફટકા મારતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ તેઓને સારવાર માટે ગોધરા ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડતા રસ્તામાં જ તેઓનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ત્રણ જેટલા લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા.ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતક પૂર્વ સરપંચના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલનાં પી.એમ.રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેઓના સ્વજનોનાં હૈયાફાટ રુદનને કારણે વાતાવરણ ગમગીન બનવા પામ્યું હતું. સમગ્ર બનાવને લઈ મૃતકના પરિવારજનો દ્વારા શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જતા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.શહેરાના ગોકળપુરા ગામે ખેતરમાં ઢોર ચારવા બાબતની નજીક બાબતને લઈને ખેતરના માલિક અને ગામના પૂર્વ સરપંચને લાકડીના ફટકા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જે બનાવને લઈને ગોધરા પોલીસ અધિક્ષક ડીવાયએસપી કાકણપુર પોલીસ, શહેરા પોલીસ,, ગોધરા એલસીબી, એસઓજી તેમજ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ત્યાં હાજર છે.
શહેરાના ગોકળપુરા ગામે ગ્રામજનો દ્વારા પોલીસ પર કર્યો પથ્થરમારો : પોલીસે પણ સામે ટીયરગેસ ના સેલ છોડી પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યો.
શહેરા તાલુકાના ગોકળપુરા ગામે ઢોર ચરાવવા બાબતે હુમલામાં થયેલી હત્યાનો મામલો બીચક્યો છે ત્યારે માજી સરપંચ દિનેશ બારીઆનો મૃતદેહ પહોંચ્યો ગોકળપુરા ગામે હત્યા કરનારાઓ સામે પરિવારજનો અને ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હાલ ગોકળપુરા ગામમાં પંચમહાલ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ત્યારે આરોપીના ઘર આંગણે અંતિમ વિધિ કરવા બાબતે ગામલોકો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. ગામલોકોએ ઘર્ષણમાં પોલીસ પર પથ્થરમારો કર્યો છે જેમાં પથ્થર મારામાં બે પોલીસ કર્મીઓને ઈજાઓ પોહચતા પોલીસે પણ ટીયરગેસ ના સેલ છોડી પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયત્નો હાથધર્યા છે હાલ પોલીસ દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા માટે ડીવાયએસપી, એલસીબી અને એસઓજીના અધિકારીઓ સહિત પંચમહાલ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર તૈનાત કરી દેવા માં આવ્યો છે.
શહેરાના ગોકળપુરા ગામે ખેતરમાં ઢોર ચરાવવા જેવી નજીવી બાબતે કેટલાક ઈસમો દ્વારા ખેતરમાલિક ગામના પૂર્વસરપંચને લાકડીના ફટકા મારતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેને કારણે પૂર્વસરપંચનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર બનાવને લઈ મૃતકનાં પરિવારજનો દ્વારા શહેરા પોલીસમથકે ફરિયાદ નોંધાવવા જતા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.શહેરા તાલુકાના ગોકળપુરા ગામે ગુરુવારે બપોરના સમયે ગામના પૂર્વ સરપંચ દિનેશભાઈ ડાહ્યાભાઈ બારીઆના ખેતરમાં કેટલાક ઈસમો પોતાના ઢોર ચરાવી રહ્યા હતા. ત્યારે પૂર્વ સરપંચના માતા અને સાસુએ તે ઈસમોને ખેતરમાં ઢોર ન ચરાવવા જણાવ્યું હતું. જેથી નજીવી બાબતે ઢોર ચરાવનાર ઈસમોએ મહિલાઓ સાથે મારામારી અને બોલાચાલી કરી હતી.
શહેરાના ગોકળપુરા ગામે બનેલી ઘટના મામલે શહેરા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા ક્રિમીનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કરાયુ તેની આસપાસની ૫ કિ.મી. ત્રિજ્યામાં સમાવિષ્ટ તમામ ગામોમાં જાહેર સુરક્ષા અને સલામતીના હિતમાં કરાયુ જાહેરનામું પ્રસિધ્પાંચ કિ.મી. ત્રિજ્યામાં સમાવિષ્ટ તમામ ગામોમાં ૫ કે તેથી વધુ વ્યકિતઓને એકસાથે ભેગા થવા ઉપર પ્રતિબંધસલામતીના હિતમાં એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર શહેરા દ્વારા તા.૧૭ અને ૧૮ એમ બે દિવસ માટે કલમ-૧૪૪ લાગુ કરાઈ