બંગાળ પર બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં 24 થી 30 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી..
સપ્ટેમ્બરમાં પ્રથમ સપ્તાહ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહ..
વડોદરા શહેરમાં ગત તા. 12 ઓગસ્ટના રોજ 10મીમી વરસાદ નોંધાયો હતો અને ઉપરવાસમાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો ત્યારબાદ મેઘરાજાએ વિરામ લીધો છે જ્યારે મધ્ય ગુજરાતમાં ક્યાંક ક્યાંક છૂટોછવાયો વરસાદ અથવાતો હળવા વરસાદી ઝાપટાં વરસી રહ્યાં છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આવતા આઠ દિવસ સુધી શહેરમાં હળવા વરસાદની આગાહી કરી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં તેમજ ઉત્તર ગુજરાતમાં મધ્યમ થી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બંગાળ પર વરસાદી બે સિસ્ટમ સક્રિય બનતા આગામી 24 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી જોર વધુ જોવા મળશે જ્યારે અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ અને ઉતર ગુજરાતમાં હજી વધુ વરસાદ ,ભારે વરસાદ વરસી શકે છે તો બીજી તરફ આ વર્ષે સપ્ટેમ્બરમાં પણ એકંદરે વરસાદ સારો રહેવા સંભવ છે. સપ્ટેમ્બરમાં પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળશે.
હાલમાં દક્ષિણ ગુજરાતમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાતમાં મધ્યમ થી ભારે વરસાદ વરસી શકે છે જ્યારે તા. 24 થી 30 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વડોદરા શહેરની વાત કરીએ તો 24 ઓગસ્ટ સુધી હળવો વરસાદ રહેવા સંભવ છે જ્યારે 24 થી 30 ઓગસ્ટ દરમિયાન હળવા થી મધ્યમ વરસાદની શક્યતાઓ સેવાઇ રહી છે.