Vadodara

શહેરમાં 16 ઓગષ્ટ સુધી શ્રીજીની આગમન યાત્રા કાઢી શકાશે નહી : નરસિમ્હા કોમાર

પ્રતિનિધિ વડોદરા તા.11

વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ભારે રંગેચંગે ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષ તિરંગા યાત્રા, દશામાં તથા 15 મી ઓગષ્ટના પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો સાથે મીટિંગ યોજી 16 ઓગષ્ટ દરમિયાન શ્રીજીની કોઇ આગમન યાત્રા નહી કાઢવા માટે સૂચના આપી હતી. આગામી દિવસોમાં ફરી મંડળો સાથે મીટિંગ કરી યોગ્ય નિર્ણય કરવામાં આવશે. ત્યારે ગણેશ મંડળોના સભ્યોએ પણ સહમતી દર્શાવી હતી.

સંસ્કારીનગરી વડોદરામાં દર વર્ષે ભારે ધામધૂમથી ગણેશ ચતુર્થીની તહેવારની ઉજવણી યુવક મંડળ સહિતના લોકો દ્વારા કરવામાં આવતી હોય છે. વડોદરમાં શહેરમાં 200 ઉપરાંતના ગણેશ મંડળો દ્વારા શ્રીજી મોટી પ્રતિમાની સ્થાપના કરાતી હોય છે. ત્યારે ગઇ કાલે રાવપુરા યુવક મંડળ દ્વારા ગણપતિની શોભાયાત્રા રણમુક્તેશ્વર કાઢવા માટે પોલીસ પાસેથી કોઇ પરમિશન લેવામાં આવી ન હતી. જેથી પોલીસ દ્વારા આગમન યાત્રા નહી કાઢવા દેવાતા પોલીસ અને યુવક મંડળના સભ્યો વચ્ચે ઘર્ષણ થયું હતું. આખરે ધાર્મિક લાગણીને માન આપીને ડીજ વગર આમગન યાત્રા કાઢવા પોલીસે મંજુરી આપી હતી. જેથી ફરીથી આ વિવાદ ન થાય તેના માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો સાથે મીટિંગ કરી હતી. જેમાં હાલમાં તિરંગા યાત્રા, સ્વાતંત્ર દિવસ સહિતના ઘણા તહેવારો આવતા હોય ત્યારે આવા સમયે પોલીસ બંદોબસ્ત ત્યાં રોકાયેલો હોવાના કારણે તમામ ગણેશ મંડળના આયોજકોને શ્રીજીની આગમન યાત્રા 11થી 16 ઓગષ્ટ સુધી નહી કાઢવા માટે સૂચના આપી હતી. 16 ઓગષ્ટના બાદ ફરી ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોને મીટિંગ માટે બોલાવી યોગ્ય નિર્ણય કરાશે. ઉલ્લેખનીય છે કે 15 સપ્ટેમ્બરે નીકળનારી પ્રતાપ મડઘા પોળના ગણપતિની આગમન યાત્રા પણ હાલ પુરતી સ્થગિત કરાઇ છે.

Most Popular

To Top