Vadodara

શહેરમાં હજીતો માત્ર સીઝનનો પેહલોજ વરસાદ પડ્યો,ત્યાતો પાલિકાએ કરેલા કામોથી લોકો ત્રસ્ત થઈ ગયા..

વડોદરા શહેરમાં હજી તો માત્ર સીઝનનો પેહલાજ વરસાદ પડયો, ત્યાતો વડોદરા મહાનગર પાલિકાએ કરેલા કામોથી લોકો ત્રસ્ત થઈ ગયા છે.
ક્યાંક રસ્તા બેસી ગયા તો ક્યાંક ખાડા પડી ગયા. પરંતુ પાલિકા તો કહે છે પ્રિ મોન્સુનનું કામ પૂરું થઈ ગયું. રોજે રોજ અલગ અલગ વિસ્તારો માંથી એવી ફરિયાદો આવે છે જાણે વડોદરામાં પાલિકા નામ માત્ર છે કામ નહિ. વડોદરા શહેરના કારેલીબાગ પાણીની ટાંકી પાસે આવેલ વર્ધમાન સોસાયટી, કમલેશ પાર્ક સોસાયટી અને પુષ્પકુંજ સોસાયટી માં ડીસેમ્બર ૨૦૨૩ માં પાણી ડ્રેનેજ લાઈન નવી નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું ,પાઇપ લાઇન નાખ્યા બાદ માત્ર ને માત્ર માટીથી પુરાણ કર્યું છે, આ વાત ને સાત મહિના થયા છતાં પણ પાઈપ લાઈન માટે ખોદકામ કરેલા રસ્તા પર ગ્રીટ, ડામર કે શીલ કોટ કરવામાં આવ્યું નથી આ અંગે પુષ્પકુંજ સોસાયટી ના અગ્રણી દેવર્ષિ ભાઈ ત્રિવેદી એ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પર આક્રોશ વ્યક્ત કરી કહ્યું છે કે અમારી સોસાયટીને રસ્તા કરતા ગામડામાં રસ્તા સારા છે અમારી સોસાયટીમાં કોઇ વૃદ્ધ બીમાર પડે અથવા તો કોઈ ઇમરજન્સી માટે એમયુલાન્સ મંગાવી પડે તોપણ આવી સકે એમ નથી જ્યારે રીક્ષા ચાલક પણ આવતા નથી કારણ કે રીક્ષા કિચ્ચડ મા ફસાઈ જાય છે અને આવે છે તો વધારાના રૂપિયા સો વસુલ કરે છે ચોમાસામાં કોઈ ટુ વ્હીલર્સ માટે પણ અકસ્માત નોંતરે તેવો રસ્તો છે અમે કોર્પોરેશનના ટેક્સ ભરીએ છીએ તો અમારી સાથે અમારા પરિવાર સાથે ખિલવાડ નહીં કરો કોઈ અકસ્માત માં કોઈ ના હાડકાં ભાગશે તો કોણ જવાબદાર છે તમારા માનીતા નેતા આવે છે તો તાત્કાલિક રસ્તા લખોટી રમે એવા થઈ જાય છે તો અમે ભાજપ ને ખોબલે ખોબલે મત આપ્યા છે તો તાત્કાલિક રસ્તા નું લેવલીંગ કરો અને ડામર પાથરવા અનુરોધ કર્યો સાથે સાથે સ્થાનિકોએ રોષ પણ વ્યકત કર્યો હતો.

Most Popular

To Top