Vadodara

શહેરમાં સોમવારે રાત્રે આઠ વાગ્યા સુધીમાં 1.22 ઇંચ વરસાદ પડ્યો

મહત્તમ તાપમાન 30.4ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 84% રહેવા પામ્યું હતું

સોમવારે શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે હળવો વરસાદ પડ્યો હતો જ્યારે સાંજે ચાર વાગ્યા થી શહેર માથે કાળાં ડીબાંગ વાદળો ઘેરાયા હતા.સાડા છ વાગ્યાથી હળવો વરસાદ શરૂ થયો હતો રાત્રે આઠ વાગ્યા સુધીમાં વડોદરામાં 1.22 ઇંચ વરસાદ નોંધાયો હતો.બીજી તરફ વરસાદી વાતાવરણ વચ્ચે શહેરમાં મહત્તમ તાપમાનમાં 1.6 ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો નોંધાયો હતો જેના કારણે શહેરમાં મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 84% રહેવા પામ્યું હતું.

હવામાન વિભાગ દ્વારા આગામી 30 સુધી રાજ્યમાં મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે સોમવારે શહેરમાં આખો દિવસ વાદળછાયા વાતાવરણ અને બપોરે હળવા વરસાદ બાદ સાંજે સાડા છ વાગ્યાથી હળવો વરસાદ શરૂ થયો હતો.શહેરમા સોમવારે રાત્રે આઠ વાગ્યા સુધીમાં 1.22 ઇંચ વરસાદ નોંધાયો હતો.વરસાદી વાતાવરણ વચ્ચે સોમવારે શહેરમાં મહત્તમ તાપમાનમાં 1.6 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો જેના કારણે મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું સાથે જ લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ યથાવત એટલે કે 84% રહેવા પામ્યું હતું. સોમવારે બપોરે ચાર વાગ્યા બાદ શહેર માથે કાળાં ડીબાંગ વાદળો છવાયા હતા અને સાંજે સાડા છ વાગ્યાથી હળવો વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી તા.30 જૂન સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે જેમાં મંગળવાર તથા ત્યારબાદ તા.29 અને 30 જૂનના રોજ ગાજવીજ પવનો સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં હાલમાં સાર્વત્રિક સારો વરસાદ વરસતા ખેડૂતો માટે વાવણી યોગ્ય વરસાદ પડ્યો છે. સોમવારે સવારથી રાત્રે 8 વગ્યા સુધીમાં સાવલી તાલુકામાં 13મીમી, વડોદરા તાલુકામાં 31મીમી, વાઘોડિયા તાલુકામાં 5મીમી,ડભોઇ તાલુકામાં 5મીમી, પાદરા તાલુકામાં 8મીમી,શિનોર તાલુકામાં 3મીમી વરસાદ નોંધાયો હતો. વડોદરામાં અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ 6.45 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી સૌરાષ્ટ્રમાં તથા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર,દીવ, અરવલ્લી,ખેડા, ડાંગ, મહિસાગર, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરી છે.દાહોદ, વડોદરા છોટાઉદેપુર પંચમહાલ, નર્મદા, ભરુચ,સુરત, નવસારી, વલસાડ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Most Popular

To Top