વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા ની અસરને પગલે શહેરમાં સવારે દસ વાગ્યા સુધી ગાઢ ધૂમ્મસથી સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા
અરબી સમુદ્રમાંથી ફૂકાઇ રહેલા ભેજવાળા પવનના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે
આગામી 8મી જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ સાથે ગાત્રો થિજાવતી ઠંડીની હવામાન વિભાગની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે હાલમાં ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં ભારે હિમપ્રકોપ જોવા મળી રહ્યો છે.હિમાલય, હિમાચલ,જમ્મુ કાશ્મીર માં સતત બરફવર્ષા ને કારણે શીતિલહેર ચાલી રહી છે જેના કારણે ઉતરથી દક્ષિણ તરફે બર્ફીલા પવનો સાથે જ ફરી એકવાર વાદળોથી આકાશ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે સાથે જ અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ફૂંકાતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે જે હજી આગામી દસ દિવસ સુધી જોવા મળશે જેના કારણે શહેરમાં શનિવારે સવારે દસ વાગ્યા સુધી વાદળછાયા વાતાવરણ સાથે જ પ્રગાઢ ધુમ્મસ વચ્ચે સૂર્યનારાયણના દર્શન પણ દૂર્લભ બન્યા હતા.હવામાન વિભાગ દ્વારા આગામી આઠમી જાન્યુઆરી સુધી ગાત્રો થિજાવતી ઠંડી પડવાની આગાહી કરી છે સાથે જ ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનનો પારો બે ડિગ્રી સુધી ગગડી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે.ઉતર ભારતમાં તથા ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસના કારણે વાહન ચલાવવામાં વિઝિબિલીટીને કારણે વાહન ચાલકોને તકલીફ પડી હતી. દિલ્હી એનસીઆર તથા રાજસ્થાનમાં ભારે વરસાદ થયો છે ગુજરાતમા અમદાવાદ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં માવઠું થયું છે જેના કારણે મધ્ય ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યાં છે સાથે જ આજે શનિવાર થી સોમવાર સુધી કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે.ભર શિયાળામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.ઉતર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા,પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે કારણ કે બટાકા, દિવેલા કપાસિયા,દિવેલા, જીરું,ઘઉં, ચણા સહિતના પાકોને નુકશાનની ભિતી સેવાઇ રહી છે. મધ્ય ગુજરાતમાં ખેડા,નડિયાદ, અને કપડવંજ તાલુકામાં પણ શુક્રવારે છૂટો છવાયો કમોસમી વરસાદ વરસ્યો હતો.આગામી દિવસોમાં હાડ થીજાવતી ઠંડી જોવા મળશે તથા હાઇવે પર વહેલી સવારે ગાઢ ધુમ્મસ ને કારણે વિઝિબિલીટી રહેશે.