શહેરના માંજલપુર ખાતે આવેલા જલારામ બાપાના મંદિરે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા
જલારામ જયંતી નિમિત્તે શોભાયાત્રા યોજાઇ હતી જેમાં નાના બાળકો વેશભૂષામાં સજ્જ થઇ નિકળ્યા હતા..
સંત શિરોમણી જલારામ બાપાની જયંતીની શહેરમાં ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી.શહેરના કારેલીબાગ, માંજલપુર, ગોત્રી સહિતના વિસ્તારોમાં આવેલા જલારામ બાપા મંદિરો ખાતે આરતી પૂજા, શોભાયાત્રા તેમજ બુંદી ગાંઠિયા પ્રસાદી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જલારામ જયંતી નિમિત્તે ગુજરાતમાં અને સમગ્ર વિશ્વમાં જલારામ બાપાના ભક્તો દ્વારા જલારામ બાપાની જન્મ જયંતીની ખુબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે.કારતક મહિનાના શુક્લ પક્ષની સાતમની તિથીએ જલારામબાપાની 225મી જયંતી શ્રદ્ધાભાવ અને ભક્તિપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શહેરના કારેલીબાગ ખાતે આવેલ જલારામ મંદિર ખાતે સવાર થી જ ભક્તોનો મોટી સંખ્યામાં જમાવડો જોવા મળ્યો હતો. જ્યાં દિવસ દરમ્યાન આરતી, ભજન ,કીર્તન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન મંદિર પ્રસાશન દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે ભક્તો પણ બાપા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જ્યારે સંત શિરોમણી શ્રી જલારામ બાપાની શુક્રવારે 225 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે શહેરના જલારામ બાપાના મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જલારામબાપાની જન્મ જયંતિ કારતક સુદ ૭ ના દિવસે ઉજવવમાં આવે છે. દિવાળી પછી સાતમના દિવસે આ મનાવાય છે. આ દિવસે જલારામ બાપાના ભક્તો કે ભક્ત સમૂહો પ્રસાદ સ્વરૂપે લોકોને ભોજન ખવડાવે છે. ત્યારે શહેરના માંજલપુર ખાતે આવેલા જલારામ બાપાના મંદિરે ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા હતા. જલારામ બાપાને અન્નકૂટ તેમજ મહાભોગની પ્રસાદી તેમજ મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.બીજી તરફ મંદિરના શ્રી મંગલેશ્વર મહાદેવ શ્રી જલારામ બાપા ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.