શહેરમાં શુક્રવારે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.શુક્રવારે સવારે પાણીગેટ, આયુર્વેદિક ત્રણ રસ્તા સહિતના કેટલાક અન્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડયા હતા જ્યારે કેટલાક ભાગો વરસાદી ઝાપટાં થી વંચિત રહ્યાં હતાં.હવામાન વિભાગની આગાહી મુજબ રવિવાર બાદથી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને હાલમાં વરસાદી સિસ્ટમ મહારાષ્ટ્ર ખાતે અટકી છે જે 15 જૂન બાદ સક્રિય બની રાજ્યમાં પહોંચી શકે છે. જેથી આગામી તા.15જૂન રવિવાર થી રાજ્યમાં વરસાદી આગમન થવાની શક્યતા છે ત્યારે તે અગાઉ શુક્રવારે વહેલી સવારે શહેરના કેટલાક ભાગોમાં વરસાદી હળવા ઝાપટાં પડ્યા હતા ત્યારબાદ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મોન્સુન બનવાની પ્રક્રિયાના ભાગરૂપે શહેરમાં અને રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.