શહેરમાં એક તરફ હિલસ્ટેશન જેવું વાતાવરણ બીજી તરફ કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો
શનિવારે સવારથી વરસાદને પગલે કેટલીક શાળાઓમાં સવારપાળીમા વિધ્યાર્થીઓની પાંખી હાજરી
વડોદરામાં વહેલી સવારથી જ મેઘમહેર જોવા મળી હતી ધીમી ધારે વરસાદ સતત વરસ્યો હતો જે બપોરે સાઢા ત્રણ વાગ્યાની આસપાસ રોકાયો હતો . શહેરમાં વહેલી સવારથી પડેલાવરસાદમાં દોઢ ઇંચ રાત્રે આઠ વાગ્યા સુધીમાં 33મીમી જેટલો વરસાદ પડ્યો હતો જેમાં સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં 8મીમી, 10 થી 12 વાગ્યા સુધીમાં 7મીમી, 12 થી 2વાગ્યા સુધીમાં 6મીમી, 2 થી 4 વાગ્યા સુધીમાં 6મીમી ,4 થી 6વાગ્યા સુધીમાં 6મીમી જ્યારે 6 થી8વાગ્યા સુધીમાં 0મીમી મળીને કુલ 33મીમી વરસાદ નોંધાયો હતો.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે હજી 26 તથા 27 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેના પગલે શુક્રવારથી વડોદરા શહેર જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને શનિવારે વહેલી સવારથી બપોરે સાડા ત્રણ સુધી વરસાદ પડયો હતો એક તરફ શનિવાર હોય કેટલીક શાળાઓ જેમાં સવાર પાળીમા વિધ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી કારણ કે વહેલી સવારથી જ વડોદરામાં વરસાદ હોય દૂરથી આવતા બાળકો અને નજીકના પણ બાળકોને શાળાએ મોકલવાનું વાલીઓએ ટાળ્યું હતું. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા જો કે પાલિકા તંત્ર દ્વારા અગાઉ શહેરમાં વરસાદી પાણી ભરાવાને ધ્યાનમાં રાખીને કામગીરી કરાઇ હોવાથી વરસાદી વધુ પાણીનો ભરાવો જોવા મળ્યો ન હતો જો કે બપોર બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો.
દેવ ડેમમાંથી સાંજે 7 કલાકથી નીચાણવાસમાં 645 કયુસેક પાણી છોડાશે
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણી છોડવાની સ્થિતિમાં નદીમાં પૂર આવવાના સંજોગોને કારણે વાઘોડિયા અને ડભોઈ તાલુકાના 25 ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના
વાઘોડિયા નજીક આવેલા દેવ ડેમમાં સતત પાણીની આવકના કારણે છલકાવાની સ્થિતિ છે અને તે બાબતને ધ્યાને લઈ નદીના કિનારે આવેલા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ ગતરોજ શનિવારે 4 કલાકે દેવ ડેેેેમની જળ સપાટી 88.39 મીટર પહોચી છે. ડેમનું લેવલ 88.15 મીટર જાળવવા માટે સાંજે 7 કલાકથી દેવ
ડેમમાંથી નદીના નીચાણવાસમાં 645 કયુસેક પાણી વહેવડાવવામાં આવનાર છે.જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોના લોકોને સાવચેત કરવા સાથે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.જિલ્લા કલેકટર બીજલ શાહે તાલુકા લાયઝન અધિકારીઓને સ્થિતિ પર નજર રાખી અગમચેતીના તમામ જરૂરી પગલાં લેવા સાથે મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી અને તલાટીઓએ મુખ્ય મથકે હાજર રહેવા સૂચના આપી છે.વધુ પૂરના સંજોગોમાં સલામત સ્થળે ખસી જવાની પણ લોકોને તાકીદ કરવામાં આવી છે.
દેવ ડેમમાં છોડવામાં આવી રહેલા પાણીના કારણે પરિણામે વડોદરા જિલ્લાના વાઘોડીયા અને ડભોઇ તાલુકાના 25 ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીઓમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે તેને પાર કરવાનું દુઃસાહસ ના કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે 1077 નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.
દેવ ડેમ અસરગ્રસ્ત ગામોના નામ
પંચમહાલજિલ્લાના હાલોલ તાલુકાના સોનાવીટી, રસસાગર, ગડીત, સોનીપુર, કુબેરપુરા, ઇન્દ્રાલ, બાધરપુરી
વડોદરા જિલ્લાના ડભોઈતાલુકાના
બનૈયા, અબ્દુલપુરા, કડાદરા, કરાલી, ગોજાલી, કડાદરા પુરા, વાયદપુર.
વડોદરા જિલ્લાના વાઘોડીયા તાલુકાના
ફુલોડ, વેજલપુર, વલવા, ઝવેરપુરા, ગોરજ, મહાદેવપુરા, દંખેડા, અંબાલી, પાટીયાપુરા, મુનીઆશ્રમ, મુવાડા, જેપુરા, અંટોલી, વનકુવા, ઘોડાદરા, વ્યારા, ઢોલાર, કાગદીપુરા, આંકડીપુરા.