ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પ્રતાપપુરાસરોવર, આજવા સરોવર માં પાણીની આવક વધતાં વિશ્વામિત્રી ની જળસપાટી 17.39ફૂટે પહોંચી
શહેરમાં વિતેલા 24કલાક દરમિયાન બે ઇંચ વરસાદ પડ્યો હતો શુક્રવારે રાત્રે વરસાદે રમઝટ બોલાવી હતી જેના પગલે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. શુક્રવારે બપોરે 12 થી 2 સુધી 2મીમી, રાત્રે 8 થી10 વાગ્યા સુધીમાં 2મીમી,2 થી 4 વાગ્યા સુધીમાં 5મીમી, સવારે 4 થી 6 દરમિયાન 4મીમી મળી 13મીમી તથા શનિવારે સાંજે 6;વાગ્યા સુધીમાં 5મીમી વરસાદ ખાબક્યો હતો.જ્યારે ઉપરવાસમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે
બંગાળની ખાડી પર સર્જાયેલ સર્કયુલેશન સિસ્ટમ્સ સ્થિર થતાં ઉતરી ભાગોમાં તથા દક્ષિણ ભાગોમાં વરસાદી જોર વધશે ત્રણ દિવસ હજી પણ મધ્યમ થી ભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી ચોવીસ કલાક દરમિયાન ગાજવીજ પવન સાથે મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જેના કારણે ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે આજવા સરોવરની ભયજનક જળસપાટી 214 ફૂટ છે જ્યારે હાલમાં લેવલ 212.10 ફૂટે પહોંચી છે, પ્રતાપ સરોવરની ભયજનક સપાટી 229.50 ફૂટ છે જ્યારે હાલમાં જળસપાટી 225.20ફૂટ છે તથા મહિ નદીમાં વરસાદી પાણીની આવક વધી છે ત્યારે હાલ વિશ્વામિત્રી નદીની જળસપાટી વધી ને 17.39 ફૂટે પહોંચી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાનુ તંત્ર એલર્ટ મોડપર આવ્યું છે અને સિટી કમાંડ કંટ્રોલ ખાતે મ્યુનિ. કમિશનર દિલીપ રાણા, મેયર પિન્કીબેન સોની તથા સ્થાઇ સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીએ પરિસ્થિતિ ની સમીક્ષા કરી તમામ વિભાગોને કાર્યરત રહેવા આદેશ કર્યા છે સાથે જ વિશ્વામિત્રી કાંઠાના લોકોને સતર્ક રહેવા અને સુરક્ષા સ્થળે સ્થળાંતરિત કરવાની સૂચના સાથે તૈયારીઓ કરી છે. સ્થળાંતરિત લોકો માટે જરૂરી તમામ રહેવા માટે શાળાઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ જમવા, ફૂડપેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે તંત્ર દ્વારા અન્ય જરૂરી તમામ તૈયારીઓ કરવામાં આવી છે.