Vadodara

શહેરમાં વાદળછાયું વાતાવરણ છતાં મેઘરજાની મહેર ન થતાં અસહ્ય ઉકળાટ.

ઘેરાં વાદળો છવાઇ જતાં લોકોને વરસાદની આશા પરંતુ મેઘરાજા જાણે છેતરામણીકરી રહ્યાં હોય તેમ વરસતા નથી

વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં શહેરીજનોને આખો દિવસ ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે પરેશાન

દેશના કેટલાક ભાગોમાં ચોમાસું વિધિવત રીતે શરૂ થઇ ગયું છે. વિદેશના કેટલાક ભાગોમાં મોન્સૂન વરસાદી પાણથી પોતાનું જોર બતાવી રહ્યું છે.દિલ્હી, મુંબઇ સહિત અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે..ગુજરાતમાં પણ ઉતર ભાગમાં મેઘ મહેર જોવા મળી રહી છે જ્યારે મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં આપી મેઘરાજા જાણે ખેડૂતોને, મૂંગા પક્ષીઓને માત્ર રાહ જોવડાવી રહ્યાં છે. ખેડૂતો ખેતરમાં વાવણી માટે ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યાં છે પરંતુ મેઘરાજાની મહેર હજી સુધી અહીં જોવા મળી નથી.
દરરોજ વાદળછાયું વાતાવરણ શહેરમાં જોવા મળી રહ્યું છે. શુક્રવારે કાળાડિબાંગ વાદળો છવાઇ જતાં લોકોને વરસાદી હેલીની આતુરતા હતી પરંતુ સાંજ થયા સુધીમાં વરસાદ વરસ્યો ન હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ છેલ્લા ત્રણ દિવસથી વધતાં શહેરીજનોએ અસહ્ય ઉકળાટનો અનુભવ કર્યો હતો. શુક્રવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 94% રહ્યું હતું. ખેડૂતો ડાંગરની વાવણી માટે વરસાદની રાહ જોઇ રહ્યાં છે કારણ કે ડાંગરના રોપાની વાવણી માટે વરસાદની જરૂર હોય છે જો વરસાદ ખેંચાય તો રોપાઓ બગડી જવાની શક્યતાઓ રહેતી હોય છે. ઘનઘોર વાદળોથી આકાશ છવાઇ જતાં ખેડૂતો સાથે લોકો પણ અસહ્ય ગરમીના ઉકળાટથી વાતાવરણમાં ઠંડક પ્રસરે તે માટે વરસાદની રાહ જોઇ રહ્યાં છે.ચોમાસાની ત્રૃતુ શરૂ થતાં અસહ્ય ઉકળાટથી રોગચાળનું પ્રમાણપણ શહેરમાં વધ્યું છે. ગ્લોબલ વોર્મિંગની અસર હવે વાતાવરણ પર જોવા મળી રહી છે. આ વર્ષે ઉનાળામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. અસહ્ય ગરમીને કારણે ઘણાંને જીવ ગુમાવવા પડ્યાં છે. મૂંગા પશુ પક્ષીઓની હાલત પણ કફોડી બની હતી લોકો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા પરંતુ ચોમાસાની ત્રૃતુ શરૂ થઇ ગઇ હોવા છતાં હજી મેઘરાજા જાણે લોકોને રાહ જોવડાવી રહ્યાં હોય તેમ જણાય છે. ધીમે ધીમે ખેતરો વૃક્ષો હરિયાળી કુદરતી જંગલો લુપ્ત થતા જાય છે તેની જગ્યાએ હવે કોંક્રિટના જંગલો જેમાં ઉંચી ઉંચી ઇમારતો, ફેક્ટરીઓ વિગેરે ગોઠવાઈ જતાં તેની અસર વાતાવરણમાં વર્તાઇ રહી છે. ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. ભૂગર્ભ જળસ્તરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશના કેટલાક ભાગોમાં ચોમાસું નબળું પડ્યું છે. ત્યારે હવે જોવું રહ્યું કે મધ્ય ગુજરાતમાં મેઘ મહેર ક્યારે જોવા મળશે.

Most Popular

To Top