સાંજે છ વાગ્યાની આસપાસ ઇકો કાર ચાલક બે મોટરસાયકલ સવારને ટક્કર મારી ભાગી ગયો
ઇજાગ્રસ્તોને 108એમ્બયુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

(પ્રતિનિધિ) વડોદરા તા. 11
શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા અરુણાચલ જય અંબે મંદિર પાસે સાંજે 6 વાગ્યાની આસપાસ એક ઇકો કાર ચાલકે બાઇક સવાર બે વ્યક્તિઓને અડફેટે લેતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે કાર ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટયો હતો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ફોર વ્હીલર ચાલકો બેફામ બની કાર હંકારી લોકોના જીવન જોખમમાં મૂકી રહ્યા છે જેના કારણે લોકો હવે રાત્રે વાહન ચલાવતા ડર અનુભવી રહ્યા છે ખાસ કરીને દ્વિચક્રી વાહનદારીઓ તથા ગરમીમાં રાત્રે વોક માટે નિકળતાં શહેરીજનો ડરી રહ્યા છે.શહેરના કારેલીબાગ વિસ્તારમાં રક્ષિત ચોરસિયા કાંડ, થોડા દિવસ પૂર્વે ખોડિયારનગર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે વાહનોને અડફેટે લીધા હતા ત્યારબાદ ગોત્રીમા નશામાં કાર ચાલકે એક કારને ટક્કર મારી ડિવાઇર સાથે ભટકાઇને પલટી ખાઇ ગઇ હતી આમ ઉપરાછાપરી ફોર વ્હીલર ચાલકો દ્વારા શહેરમાં જે રીતે લોકોના માટે યમરાજ બનીને આવ્યા છે ત્યારે લોકોમાં ભયનું મોજું પ્રસરી ગયું છે અને હવે સુભાનપુરા વિસ્તારમાં ઇકો કાર ચાલક અકસ્માત સર્જી ભાગી ગયો છે.શહેરમા દરેક રોડ પર સીસીટીવી કેમેરા, પોલીસ અને ટ્રાફિક પોઇન્ટસ હોવા છતાં અકસ્માતોની વણઝાર વણથંભી બની છે જે ખૂબ ચિંતાનો વિષય બની ગયો છે.સુભાનપુરા વિસ્તારમાં
ઈકો ગાડી ચાલક ફુલ સ્પીડ માં બે વ્યક્તિ ને ઉડાડી ભાગી ફરાર થઈ ગયો હતો જે બે વ્યક્તિ બાઇક પર તેઓને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
વડોદરા શહેરમાં સૂભાનપુરા વિસ્તારમાં અરુણાચલ જય અંબે મંદિર પર પાસે ઈકો ગાડી ચાલક ફુલ સ્પીડ માં બે વ્યક્તિ ને ઉડાડી ભાગી ફરાર થઈ ગયો હતો જે બે વ્યક્તિ બાઇક પર તેઓને 108 મારફતે એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લગાવેલા સીસીસીટી કેમેરા માત્ર શોભાના ગાંઠીયા સમાન જોવા મળી રહ્યા છે ઓવર સ્પીડ ચલાવતા વાહન ચાલકો સામે ક્યારેક કાર્યવાહી થશે તે જોવું રહ્યું.
