પાલિકા તંત્ર ની દોડધામ વધી
છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં અસહ્ય ઉકળાટભર્યા વાતાવરણ સાથે જ મહત્તમ તાપમાન પણ વધારે રહેતાં લોકો બફારાથી ત્રાહિમામ પોકારી ઊઠયા હતા.બીજી તરફ અરબ સાગરમાં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમા સર્જાતા રાજ્યમાં આગામી તા.28 સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી ત્યારે રવિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ શહેરના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.શહેરમા તથા આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકા એટલા જોરદાર હતા જાણે વીજળી પડી હોય બીજી તરફ પવનની ગતિ પણ 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેતા શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગ ઇ હતી. શહેરમાં આવતીકાલે સવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારવાના છે અને ઓપરેશન સિંદુર ને વધાવવા માટે પાલિકા તનતોડ મહેનત કરી રહી છે તેવામાં વડોદરા ગ્રામ્યના લોકોને લાવવા તથા સમગ્ર રૂટમા તૈયાર કરવામાં આવેલા મંડપ વિગેરે પલળી જવાથી તંત્ર ને દોડધામ કરવાની થ ઇ હતી