રસ્તામાં બાઇક આડે કૂતરું આવી જતાં યુવક ઇજાગ્રસ્ત..
રખડતાં કૂતરાઓના ખસીકરણ પાછળ નાણાં ખર્ચાય છે છતાં કૂતરાઓની સંખ્યામાં વધારો..
(પ્રતિનિધિ) વડોદરા તા. 09
શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા એક વ્યકિતીને રોડપર બાઇક લઇને જતા હતા તે દરમિયાન કૂતરું આડે આવી જતાં બાઇક સ્લીપ થવાથી યુવક ઇજાગ્રસ્ત થતાં એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
શહેરમાં રખડતાં કૂતરાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે એક અંદાજ મુજબ શહેરમાં 60હજારથી વધુ રખડતાં કૂતરાઓની સંખ્યા જોવા મળી રહી છે.શહેરમા પ્રતિદિન સાત થી આઠ લોકો રખડતાં કૂતરાઓનો ભોગ બની રહ્યા છે.ત્યારે ગત તા. 08મી નવેમ્બરના રોજ શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નજીક આવેલી વૈભવ વાટિકા સોસાયટીમાં રહેતા દિપકભાઇ બાલુભાઇ પટેલ (ઉ.વ.34) સ્ટેલામેરી સ્કૂલ પાસેથી બાઇક લઇને પસાર થતા હતા તે દરમિયાન અચાનક રખડતું કૂતરું બાઇક આડે આવી જતાં દીપકભાઇ ની બાઇક સ્લીપ થઇ હતી જેના કારણે દીપકભાઇ ને જમણા હાથમાં તથા શરીરે વત્તીઓછી ઇજા પહોંચી હતી જેના પગલે તેઓને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ અને તેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં રખડતાં કૂતરાઓનો આતંક દિનપ્રતિદિન વધતો જોવા મળે છે રાત્રિ દરમિયાન તો કૂતરાઓ કાર તથા ટુ વ્હીલર પાછળ દોડતા હોય છે જેના કારણે ઘણીવાર લોકો અકસ્માતોનો ભોગ બને છે. શહેરમાં રખડતાં કૂતરાઓનો ત્રાસ એટલો બધો છે કે શાળાએ જતાં બાળકો પણ સુરક્ષિત નથી જેના કારણે વાલીઓએ પોતાના બાળકોને શાળાએ લેવા મૂકવા જવું પડે છે વહેલી સવારે ચાલવા માટે જતાં,મંદિરે જતાં સિનિયર સિટિઝન્સ માટે પણ રખડતાં શ્વાન જોખમી બની રહ્યા છે.