Business

શહેરમાં મંગળવારે વહેલી સવારથી વરસાદ, વિશ્વામિત્રી નદીની જળસપાટી 15ફૂટે

સવારે વિશ્વામિત્રી નદીની જળસપાટી 11.30ફૂટ પર હતી તે સાંજે છ કલાકે 15ફૂટ પર પહોંચી છે

બપોરે 2 કલાકથી ડીપ ડીપ્રેશન સર્જાતા શહેરમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગામી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનથી સુરત,નવસારી તથા ભરુચ ઉપર અસર વર્તાયા બાદ બપોરે 2 કલાકથી આ ડીપ ડીપ્રેશન સ્થિર થતાં વડોદરામાં પણ સોમવારે રાતથી સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા તા.03 સપ્ટેમ્બર થી 09 સપ્ટેમ્બર અને ત્યારબાદ 11અને 12 સપ્ટેમ્બર દરમિયાન મધ્ય ગુજરાતમાં ,દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે વડોદરા મહાનગરપાલિકાનુ તંત્ર પણ સતર્ક થઇ ગયું છે. શનિવારે આજવા સરોવરના 62 દરવાજા ખોલી અને પ્રતાપસરોવર માંથી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતા પાણી સોમવારે સવારે 10 કલાકે બંધ કરવામાં આવ્યા હતા જે માત્ર સાત કલાકે એટલે સાંજે 5વાગ્યે ફરીથી આજવા સરોવરના 62 દરવાજા ખોલી નાંખી પાણી છોડવાનું શરૂ કર્યું છે જેના પગલે મંગળવારે સવારે વિશ્વામિત્રી નદીની જળસપાટી 11.30 ફૂટ હતી જે સવારે 10:30 કલાકે 12.5 ફૂટે પહોંચી હતી તે જ રીતે ઝડપભેર વિશ્વામિત્રી નદીની જળસપાટીમા વધારો થઇ રહ્યો છે. સાંજે 4:30 કલાકે વિશ્વામિત્રી નદીનું લેવલ 14.75ફૂટ હતું જે સાડા પાંચ થી છ કલાક દરમિયાન 15ફૂટ પર પહોંચી ગયું છે. ઉપરવાસમાં વરસાદ હોય તથા આગામી પાંચ દિવસ આગાહી હોવાને ઉપરવાસમાંથી પાણીની આવક થતાં આજવા સરોવરની જળસપાટી 12.50 ફૂટે સ્થિર રાખવા પાણી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગ તથા અંબાલાલ પટેલની આગાહી મુજબ જે રીતે વડોદરામાં ડીપ ડીપ્રેશનને કારણે વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર સહિત ભારે વરસાદની આગાહી છે. શહેરમાં મંગળવારે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ સતત વરસી રહ્યો છે જેના કારણે પાલિકા તંત્ર પણ એક્શનમા આવી ગયું છે અને સાંજે સ્થાઇ સમિતિના ચેરમેન ની ઉપસ્થિતિમાં. આજવા ચોકડી થી ગોલ્ડન ચોકડી રોડ ખાતે આવેલા હાઇવે નં.48 પર વરસાદી કાંસ પરના દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરી છે જેના કારણે વરસાદી પાણી અથવાતો પૂરની પરિસ્થિતિ દરમિયાન પાણીનો ઝડપથી નિકાલ થાય.

Most Popular

To Top