હવામાન વિભાગ દ્વારા બે દિવસ ભારે વરસાદની આગાહી
(પ્રતિનિધિ) વડોદરા તા.24
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી ને પગલે મંગળવારે સવારથી વાદળોએ ડેરો નાખ્યો હતો સાથે જ બપોરે પોણા બે વાગ્યાથી મુશળધાર વરસાદ શરૂ થયો હતો.ભારે વરસાદની આગાહી ને પગલે વાઘોડિયા તાલુકામાં મોટા ભાગની ખાનગી તેમજ સરકારી શાળાઓમાં બાળકોને બપોરે 2વાગ્યા પછી રજા આપી દેવાય હતી.
હવામાન વિભાગ દ્વારા આગામી 30જૂન સુધી રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મંગળવાર તથા બુધવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મંગળવારે સવારથી જ શહેર માથે જાણે વાદળોએ ડેરો નાખ્યો હતો અને બપોરે પોણા બે વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. વાઘોડિયા તાલુકામાં વરસાદને ધ્યાનમાં રાખીને કેટલીક ખાનગી અને સરકારી શાળાઓમાં વિધ્યાર્થીઓ ને છોડી મૂકવામાં આવ્યા હતા. બીજી તરફ શહેરમાં ભારે વરસાદને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો લોકોએ બિનજરૂરી બહાર નિકળવાનું ટાળ્યું હતું.