ફતેપુરાથી સંગમ જતા માર્ગે એક્ટિવાને ટક્કર મારી અજાણ્યો કાર ચાલક ફરાર,વૃદ્ધાની હાલત ગંભીર
અકોટા બ્રિજ પાસે બે મોપેડ વચ્ચે અકસ્માતમાં ચાર ઇજાગ્રસ્ત
(પ્રતિનિધિ) વડોદરા તા. 29
શહેરના ફતેપુરા મેઈન રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે એકટીવાને ટક્કર મારી અજાણ્યો કાર ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.જ્યારે એક્ટિવા ચાલકને સામાન્ય અને પાછળ બેઠેલા 65 વર્ષીય વૃદ્ધાને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેમની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ મામલે કુંભારવાડા પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા કાર ચાલકની શોધખોળ હાથધરી છે.જ્યારે બીજા બનાવમાં અકોટા બ્રિજ પાસે બે મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા ચાર યુવકોને ઇજાઓ પહોંચી હતી જેઓને એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી એક ઇજાગ્રસ્ત ને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


ફતેપુરાથી સંગમ જતા માર્ગે એક્ટિવાને ટક્કર મારી અજાણ્યો કાર ચાલક ફરાર,વૃદ્ધાની હાલત ગંભીર

વડોદરા શહેરમાં અકસ્માતોના બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં વધુ એક અકસ્માતની ઘટના ફતેપુરા થી સંગમ તરફ જવાના માર્ગે બની હતી. આકસ્માતમાં કારચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર બ્રાઇટ સ્કૂલની પાછળ આવેલી કારેલીબાગ સોસાયટીમાં રહેતા મેહુલ રાણા પોતાના 65 વર્ષીય માસી હસુબેન રાણાને બેસાડીને કામ અર્થે જઇ રહ્યા હતા. આ દરમિયાન ફતેપુરા મેઈન રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર બમ્પ પાસે પાછળથી કોઈ અજાણ્યા કારના ચાલકે તેઓને ટક્કર મારતા હસુબેન રાણા એકટીવા પરથી નીચે પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જીને કાર ચાલક ઘટનાથડેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે હસુબેનને જમણા પગના નળાના ભાગે ફેક્ચર તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે મેહુલભાઈ રાણાએ ફરિયાદ નોંધાવતા કુંભારવાડા પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના અકોટા બ્રિજ પાસે બે મોપેડ (એક્ટિવા)વચ્ચે અકસ્માતમાં ચાર ઇજાગ્રસ્ત

અષાઢ માસનો પ્રથમ રવિવાર હોય મેલડી માતાજીના દર્શન કરવા માટે નિકળેલ એક મોપેડ સવાર પર બે જણને અકોટા બ્રિજ પાસે રોંગ સાઇડ થી ગફલતભરી રીતે પૂરઝડપે આવેલ મોપેડ ચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બંને મોપેડ પર સવાર ચાર યુવકો મોપેડ સાથે ડિવાઇડર તથા રોડ પર પટકાયા હતા જેમાં ચારેયને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ ને ફોન કરી ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા.અકસ્માત દરમિયાન ઇજાગ્રસ્ત ની સોનાની ચેઇન તથા રીંગ 108 ના નર્સિંગ સ્ટાફ દ્વારા પરત કરી માનવતા પૂરી પાડવામાં આવી હતી. ઇજાગ્રસ્તોમાથી એક ને એસ.એસ.જી. હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઇજાગ્રસ્તોમા બે એ નશો કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

