જ્વેલર્સની દુકાનમાં નફાની લાલચે મૂડી રોકાણ કરાવી રૂ. 15,61લાખ પરત ન આપી છેતરપીંડી…..
ભાડે આપેલી મિલ્કત અન્યને ભાડે આપી રૂ.22,63,501નો વિશ્વાસઘાત કરાયો હોવાની ફરિયાદ…
શહેરમાં આવેલા કારેલીબાગ સ્થિત જ્વેલર્સની દુકાનમાં નફા પેટે દર મહિને રૂ.10,000આપવાનું કહી મૂડી રોકાણ કરાવી રૂ.15,61000પરત નહીં આપી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.જ્યારે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં મિલકત ભાડે લેનારે બીજાને મિલકત ભાડે આપી તથા વેચાણ કરારના નામે મહિલા સાથે ભાડું, બાનાખત ની રકમ સાથે કુલ રૂ. 22,63,501ની રકમનો વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર પ્રથમ બનાવમાં શહેરના વાસણારોડ ખાતે સમૃદ્ધિ સોસાયટીમાં રહેતા 70 વર્ષીય હિતેન્દ્ર વિનયચંદ્ર દવે નિવૃત જીવન જીવી પોતાના દીકરા સાથે રહે છે તેઓના હરણીરોડ ખાતે રહેતા જૂના મિત્ર નગીનભાઇ સોની કારેલીબાગ માં જ્વેલર્સની દુકાન પોતાના દીકરા પિયુષ સોની, વિરેન સોની પુત્રવધૂ રશ્મિકા સોની સાથે શરૂ કરેલ તેમણે હિતેન્દ્ર દવે ને પોતાની દુકાને બોલાવી દુકાનમાં મૂડીરોકાણ કરવા તથા દર મહિને રૂ.10,000નફા પેટે આપવાનું જણાવતા હિતેન્દ્ર દવેએ તા.28માર્ચ2014 થી 28 ઓક્ટોબર,2018 સુધી તબક્કાવાર કુલ રૂ.23,61,000 આપેલ જેમાંથી રૂ્.8,00,000 પરત આપી રૂ.15,61,000પરત નહીં કરી બાકીના રૂપિયા માંગતા ગલ્લાતલ્લા કરતાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
બીજા બનાવમાં, ભાયલી રેલ્વે ક્રોસિંગ પાસે એવરેસ્ટ ડિગ્નીટી વિભાગ-1મા રહેતા ડો.માયાબેન ભગીરથ મોદી (ઉ.વ. 71) એકલા નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓની પોતાના પતિ સાથેની સહિયારી મિલકત નિઝામપુરા સ્થિત મોદી ક્લિનિક ના નામે વસાવી હતી તે મિલકત ડો. માયાબેને ઉંમર અને તબિયતના કારણે વર્ષ-2021માં વેચાણ કરવાનું નક્કી કર્યું હતું આ મિલ્કતની બાજુમાં રિનોવેશન ચાલતું હોય તેના માલિક મિરાજ ધનવંતરાય શાહ દ્વારા ડો.માયાબેનની મિલકત વેચાણ કરી આપવાની વાત કરી હતી તેમણે આ મિલકત માટે ભાડા કરાર કરી શરુઆતના દર મહિને રૂ.55000ભાડું તથા ત્રણ મહિના બાદ રૂ.5000ના વધારા સાથે ભાડે લીધેલ આમ છ માસમાંથી ફક્ત ત્રણ માસનું ભાડુ ચૂકવી તે ભાડામાથી રૂ.56000 પોતાના પિતાના ખાતામાં પરત ટ્રાન્સફર કરાવેલ જે બાદ આ મિલકત પેટા ભાડા પેટે પાર્થ ઠક્કરને માસિક રૂ.2,25,000ભાડા પેટે આપેલ અને ભાડા કરાર કરેલ તથા મિલકત વેચાણ માટે બાનાખત પેટે ડો.માયાબેનની જાણ બહાર દીશા મિરાજ શાહના નામે ભાડા કરાર તૈયાર કરી ડો.ધારા પટેલ પાસેથી રૂ.5,00,001 નો ચેક મેળવી લીધો હતો.તથા કપટથી કરાર કરાવેલ રિનોવેશન પેટે1,77,500ની રકમ પણ મેળવી લીધેલ પરંતુ રિનોવેશન કરાવેલ નહીં આમ ભાડાની રકના બાકી રૂ. 2,36,000 તથા રિનોવેશન પેટે રૂ. 1,77,500 તથા પેટા રૂ.2,25,000 નાભાડે છ મહિનાનું ભાડું મિરાજ શાહે પોતે લ ઇ રૂ.13,50,000 એડવાન્સ પોતાના પત્ની દીશા શાહના નામે લ ઇ તથા બાનાખત પેટે ડો. ધારા પટેલ પાસેથી રૂ.5,00,001નો ચેક મળીને કુલ રૂ. 22,63,501 નો વિશ્વાસઘાત કર્યાની મિરાજ શાહ તથા દિશા શાહ વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.